Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ગુજરાત રાજય આચાર્ય સંઘનું અધિવેશન સાસણગીરમાં

તા. ૭/૮/૯ના શિક્ષણમંત્રી સહિતનાની ઉપસ્થિતિ

ખંભાળીયા, તા. પ : ગુજરાત રાજય આચાર્ય સંઘનું ૪૮મું અધિવેશન શૈક્ષણિક તેમજ વહીવટીનું તા. ૭-૮-૯ ફેબ્રુઆરીમાં પ્રથમ વખત સાસણ ગીર ખાતે યોજાનાર છે. જેમાં રાજયના તમામ જિલ્લાઓના આચાર્યો મોટી સંખ્યામાં આ અધિવેશનમાં ઉમટશે.

રાજય આચાર્ય સંઘના પ્રમુખશ્રી પી.આર. સોલંકી, મહામંત્રી જયંતિલાલ માંગરોળીયા તથા કાર્યાલય મંત્રીશ્રી એમ.એચ. અણદાણીએ જણાવ્યું છે કે તા. ૭-૮-૯ ફેબ્રુઆરી ત્રણ દિવસ રાજય આચાર્ય સંઘનું ૪૮મુ મહાઅધિવેશન ગીર સાસણના ભોજદે મુકામે યોજાશે.

શિક્ષણના પડકારો સામે આચાર્યની ભૂમિકાના સંદર્ભેમાં યોજાયેલ. આ અધિવેશનમાં તા. ૭-ર-૧૮ના આગમન અને રજીસ્ટ્રેશન થશે તા. ૮-ર-ના સવારે નવ વાગ્યે ઉદ્ઘાટન થશે જેમાં રાજયના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બ્રહ્મચારી આશ્રમના મહંતશ્રી નિજાનંદબાપુ, ધારાસભ્યશ્રી ભગવાનજી બારડ, જિ.પં. સદસ્યશ્રી દેવાયત વાઢેર તથા જિ.શિ. મયુર પારેખ તથા જય વસાવડા ઉપસ્થિત રહેશે.

તા. ૮/રના રોજ બપોરના સેશનમાં સાસણ ગીરના ડી.સી.એફ. શ્રી રામરતન નાલા દ્વારા વાર્તાલાપ તથા ડોકયુમેન્ટરી ફિલ્મ દેખાડાશે તથા રાત્રે સીદીબાદશાહનું ધમાલ નૃત્ય અને રાજુભાઇ ગઢવી અને કલાવૃંદનો લોકડાયરો યોજાશે.

તા. ૯/રના વિશેષ સમાપન યોજાશે જેમાં મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, સચિવશ્રી આર.આઇ. પટેલ, શિક્ષણવિદ્ ડો. અનિલભાઇ અંબાસણા, ગાંધીનગર હિસાબી વર્ગ-૧ અધિકારી જયેશભાઇ હીંડીયા, ભરૂચના જિ.શિ. તથા જાણીતા સાહિત્યકારશ્રી નૈષધ મકવાણા ઉપસ્થિત રહેશે. આચાર્ય સંઘના પ્રમુખશ્રી પ્રવિણસિંહ સોલંકીની અધ્યક્ષતામાં તા. ૯/ર/૧૮ના રોજ શુક્રવારે ખુલ્લું અધિવેશન યોજાશે. જેમાં રાજયના આચાર્યો દ્વારા તેમના પ્રતિનિધિઓ સાથે ઉપસ્થિત રહીને પ્રશ્નોની ચર્ચાઓ કરશે.

આચાર્યોને પધારવા નિમંત્રણ

ગુજરાતભરના આચાર્યોએ આ કાર્યક્રમનો લાભ લેવા રજીસ્ટેશન કરીને પધારવા માટે નિમંત્રણ રાજય આચાર્ય સંઘના પ્રમુખશ્રી પી.આર. સોલંકી, મહામંત્રી જયંતિભાઇ માંગરોળીયા તથા કાર્યાલય મંત્રી એમ.એચ. આણદાણી દ્વારા અપાયું છે.

(4:25 pm IST)