Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

અમદાવાદ : એઈએસ મેદાનમાં શનિવારથી ત્રણ દિ' એન્જી. એકસપો

અમદાવાદ, : ભારત સરકારની 'મેક ઇન ઇન્ડિયા', 'ઇન્ડિયા ફર્સ્ટ', 'ડિજિટલ ઇન્ડિયા' અને 'બ્રાન્ડ ઇન્ડિયા' પહેલમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા તથા દેશની ઇન્ડસ્ટ્રીને વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ વિશાળ તકો હાંસલ કરવામાં તથા તેમની ક્ષમતાઓ વિસ્તારવામાં મદદરૂપ બનવાના ઉદ્દેશ્ય સાથે આગામી ૧૦, ૧૧ અને  ૧૨ ફેબ્રુઆરીના એઇએસ ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસીય એન્જી એક્સપોની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે અંબાલાલ ભન્ડાર્કર (સી.ઇ.ઓ. એન્જી એક્સપો) એ જણાવ્યું હતું કે, "અમે પ્રદર્શકો અને સહભાગીઓ માટે બ્રાન્ડ વેલ્યુ તૈયાર કરવામાં, પ્રોડક્ટ માર્કેટને સપોર્ટ કરવામાં તથા વૈશ્વિક સ્તરે નબળા આર્થિક માહોલ વચ્ચે ઉદ્યોગોની સાતત્યતામાં વધારો કરવામાં વિશ્વાસ ધરાવીએ છીએ.

એન્જી એક્સપોની ત્રીજી આવૃત્તિમાં મુખ્યત્વે પ્લાસ્ટિક, રબર, વેલ્ડીંગ, કટીંગ, પ્રિન્ટિંગ, વેઇંગ, પેકેજીંગ, ઇલેક્ટ્રિકલ, પાવર ટુલ, ઓટોમેશન, ઇલેક્ટ્રોનિક્સ, મશીન ટુલ્સ, વુડ વર્કિંગ, કન્સ્ટ્રક્શન, સોલર ઇક્વિપમેન્ટ્સ, મટિરિયલ હેન્ડલિંગ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી સહિતના અત્યંત મહત્વપૂર્ણ ઉદ્યોગોને આવરી લેવાયા છે.

(4:20 pm IST)