Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ઉલ્ટી ગંગા...વડોદરામાં શાળા સંચાલકોનો ૧૪ વાલીઓ સામે ૧0 કરોડની બદનક્ષીનો દાવો!!

તેજસ વિદ્યાલયનું નામ ખરડાવ્યાનો આક્ષેપઃ તમામને કોર્ટમાં હાજર રહેવા નોટીસ

જે શાળા દ્વારા વાલીઓ સામે બદનક્ષીનો દાવો મંડાયો છે ત્યાં તૈનાત પોલીસ સ્ટાફ તસ્વીરમાં દર્શાય છે.

વડોદરા તા. પ :.. અહીયા ફી નિયમન મામલે કે કોઇ અન્ય કારણોસર અવાર-નવાર શાળા સંચાલકો સામે વાલીઓ ફરીયાદનો સૂર રેલાવતા જોવા મળે છે.... પરંતુ નવાઇ પમાડે તેવા 'ઉલ્ટી ગંગા' સમાન કિસ્સામાં તેજસ વિદ્યાલયના સંચાલકોએ તો ખૂદ ૧૪ વાલીઓ સામે ૧૦ કરોડની બદનક્ષીનો દાવો માંડયો હોવાથી શૈક્ષણીક વર્તુળ સાથે વાલીઓમાં પણ તરેહ-તરેહની ચર્ચા જાગી છે.

આ અંગે જાણવા મળ્યા મુજબ વડોદરામાં તેજસ વિદ્યાલય દ્વારા ૧૪ વાલીઓ સામે ૧૦ કરોડનો બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે.

વાલીઓ પર સ્કુલનું નામ ખરડાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે હવે આ મામલે તમામ વાલીઓને કોર્ટમાં હાજર રહેવા માટે નોટીસ આપવામાં આવી છે.

દરમિયાન આરટીઆઇના નિયમનું પાલન કરવાના મુદ્દે શાળા સંચાલકો સામે પણ ફરીયાદ નોંધવા વિદ્યાર્થીહિત રક્ષક સમિતિ દ્વારા તખ્તો ગોઠવાઇ રહ્યો  છે.

મહત્વનું છે કે, શાળામાં એડમિશન ફીના નામે ફી લેવામાં આવશે. ત્યારે હવે એડમિશનની જુની ફીની સ્લીપોના આધારે વિદ્યાલય સામે ફરીયાદ કરવામાં આવશે. હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે આરટીઆઇના કાયદા પ્રમાણે સ્કુલ વધુ ફીની માંગણી કરે તો આચાર્ય સામે પણ ફરીયાદ થઇ શકે છે.

(2:38 pm IST)