Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

સાંધાના દુઃખાવામાં અકસીર આયુર્વેદ અગ્નિકર્મ

લાઇવ ડેમોન્ટ્રેશન દ્વારા દર્દીઓની સારવાર કરાઇઃ અગ્નિકર્મથી ૨૮ હજારથી વધુ દર્દીઓને સાંધાનો દુઃખાવો મટ્યો

અમદાવાદ તા. ૫ : ખેડા જિલ્લામાં રહેતા અયુબભાઈ ત્રણ મહિના પહેલા અચાનક બીમાર પડી ગયા હતા. બીમાર તે એવા પડ્યા કે, આઠ વ્યકિતએ ઝોળીમાં ઉઠાવી તેમને હોસ્પિટલ લઈ જવા પડતા હતા. અયુબભાઈ પાછા પોતાના પગ ઉપર ઊભા રહી શકશે એવી પરિવારે આશા જ ગુમાવી દીધી હતી. આ અયુબભાઈને ફકત ત્રણ મિનિટની અગ્નિકર્મની સારવારથી ૫૦ ટકા રાહત મળી હતી અને ત્રણ મહિનાની સારવારે તેમને કાયમી અપંગ થવાથી બચાવ્યા હતા. છેલ્લા ચાર વર્ષમાં આવા લગભગ ૨૮ હજાર જેટલા દર્દીઓને ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરમાં સાજા કર્યાનો રેકોર્ડ છે.

નરોડા પાસે આવેલા ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરમાં અઠવાડિયામાં બે દિવસ દર્દીઓની સંપૂર્ણ નિૅંશુલ્ક સારવાર કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે સાંધાના દુઃખાવા જેવા કે ઢીંચણ, કમર, ગરદનનો દુઃખાવો, સ્નાયુ, નસ, ગાદીની તકલીફ, સાંધાનો વા, સાયટીકા, રાંઝણ, ફ્રોઝન શોલ્ડર, ટેનીસ એલ્બો, એડીનો દુઃખાવો, માઈગ્રેન (આધાશીશી) રોગમાં ખૂબ ઝડપી અને અસરકારક પરિણામો મળ્યા છે. આ સંદર્ભે રવિવારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 'અગ્નિકર્મ-આયુર્વેદ પેઈન મેનેજમેન્ટ' વિષય પર ચોથો નેશનલ સેમિનાર અને વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં ગુજરાત તેમજ ભારતના અન્ય રાજયોમાંથી લગભગ ૫૦૦ જેટલા વૈઘ, ડોકટર્સ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વર્કશોપમાં લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા દર્દીઓના દુઃખાવાની સારવાર કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુળ ગુજરાતી અને લંડનમાં પ્રેકિટસ કરતા વૈઘ અશ્વિન બારોટે કહ્યું કે, આયુર્વેદ આપણી પ્રાચીન સારવાર પદ્ઘતિ છે જેનું દેશમાં મહત્વ ઘટતું જઈ રહ્યું છે ત્યારે પશ્વિમના દેશો તેનો સ્વીકાર કરી રહ્યા છે ત્યારે આ ચિકિત્સા પદ્ઘતિને આપણા લોકોની વચ્ચે પુનૅંસ્થાપિત કરવા તેનો પ્રચાર પ્રસાર કરવો જરૂરી છે.

તેમણે કહ્યું કે, મોડર્ન મેડિસિનની સાઈડ ઈફેકટ હોઈ શકે પણ આયુર્વેદ અને તેના સંલગ્ન સારવારની કયારે સાઈડ ઈફેકટ થતી નથી. શરીરના કોઈ પણ ભાગમાં દુઃખાવો થતો હોય તેને દૂર કરવા એક નિશ્ચિત પોઈન્ટ હોય છે તે પોઈન્ટને ઓળખી ત્યાં શલાકાને ગરમ કરી સ્પર્શ કરાવવામાં આવે છે. વૈદ્ય હિતેશ ચૌહાણે કહ્યું કે, છેલ્લા ચાર વર્ષમાં આશરે ૨૮ હજારથી વધુ દર્દીઓને તેમના દુઃખાવામાંથી રાહત મળી છે. એટલું જ નહીં પરંતુ ઢીંચણ અને કમરના ઓપરેશનની તારીખ સુદ્ઘાં લઈ ચૂકેલા દર્દીઓને ઓપરેશનમાંથી મુકિત મળેલ હોય એવા સંખ્યાબંધ દાખલા છે.

(10:33 am IST)