Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સુરતમાં યુવાને આર્થિક ભીંસમાં આવી જતા જીવન ટૂંકાવી લીધું

એક મહિના પહેલાં લગ્ન કર્યા હતા : કામ બરાબર નહિ ચાલવા સાથે લગ્ન ખર્ચને લઇને આર્થિક ભીંસ પડતા ૧૫ દિવસ પહેલાં રીક્ષા તેણે વેચી નાખી હતી

સુરત,તા.૫ : કોરોના મહામારી વચ્ચે સતત આર્થિક ભીંસના સમયમાં લોકોના આપઘાત કરવાના સમાચારો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના અમરોલી વિસ્તરમાં રહેતા અને એક મહિના પહેલા લગ્ન કરેલા યુવાને આર્થિક ભીંસમાં આવી જતા પોતાની રીક્ષા વેચ્યા બાદ વધારે નાણાકીય ખેંચ આવ્યા પછી સતત માનસિક તાણમાં રહેતા યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કોરોના મહામારી વચ્ચે લોકોના ધંધા કે રોજગાર હજુપણ રાબેતા મુજબ નથી ચાલુ થયા. જેને કારણે લોકો સતત અને આહીં સંકડામણ અનુભવતા માનસિક તાણમાં આવીને આપઘાત સુધીના પગલાં ભરી લેતા હોય છે ત્યારે ત્યારે વધુ એક યુવાને આપઘાત કરી લેવાની ઘટના સમયે આવી છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ ખાતે રહેતો અને રીક્ષા ચલાવી સાહિલ ગુલામ સૌયદ પરિવારને મદદ કરતો હતો. જોકે, કોરોનાને કારણે રીક્ષા બરાબર નહિ ચાલતી હોવાથી આર્થિક ભિંસમાં હતો.

આ યુવકના એક મહિના પહેલા જ લગ્ન થયા હતા. એકતો પોતાનું કામ બરાબર નહિ ચાલવા સાથે લગન ખર્ચને લઇને આર્થિક ભીંસ પડતા ૧૫ દિવસ પહેલા પોતાની રીક્ષા પણ તેણે વેચી નાખી હતી. આર્થિક ભીંસ અને આજીવા કમાઈને આપતી રીક્ષા પણ વેચી નાખતા સતત માનસિક તાણમાં આવેલા આ યુવાને ગતરોજ પોતાના ઘરમાં ગળે ફાસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તરમાં ચકચાર મચી જવા પામી હતી. એક મહિના પહેલા લગ્ન કરનાર યુવાન મોતને લઈને પરિવાર ખાસ કરીને તેની પરણિતા શોકમાં ગરકાવ થઇ ગઈ હતી. જોકે, પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ  કરી છે. સુરતમાં સતત આવી ઘટના બની રહી છે અને કોરોના મહામારીને લઇને અનેક લોકો આપઘાત કરી રહ્યા છે તેવામાં આ યુવાના આપઘાતને લઇને અનેક સાવલ ઉભા થયા છે. ત્યારે આ કોરોના મહામારી હજુ કેટલા યુવાનો ભોગ લેશે તે તો સમય જ જણાવશે.

(9:19 pm IST)