Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

બિલ્ડરના લોકરમાંથી ૩.૫૦ કરોડની ડાયમંડ જ્વેલરી મળી

ગત ફેબ્રુઆરીની રેડમાં લોકર ચેકિંગની કામગીરી પૂર્ણ : ઇન્કમ ટેક્સના દરોડામાં બિલ્ડરોને ત્યાંથી દસ્તાવેજ જપ્ત કરાયા, બિલ્ડરોના બેન્ક લોકર પણ સિઝ કરાયા હતા

સુરત, તા. : સુરત શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ પર ગત ફેબ્રુઆરીમાં આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા રેડ કરવામાં આવી હતી. કુબેરજી ગ્રુપ સહિતના ૨૦ બિલ્ડરો-દલાલો-કોન્ટ્રાકટરોને ત્યાં હાથ ધરાયેલા દરોડાની લોકર ચેક કરવાની કામગીરી પૂર્ણ થઈ છે. જેમાં બિલ્ડર રાજેશ પોદ્દારને ત્યાંથી સાડા ત્રણ કરોડની ડાયમંડ જ્વેલરી મળી હતી. જેમાં એક વીટીમાં .૬૭ કેરેટનો એક ડાયમંડ હતો. જેની આઇટીએ લગાવેલી કિંમત સવા કરોડ હતી, જ્યારે ડાયમંડના ઇયરિંગ પણ સિઝ કરાયા હતા. જેની કિંમત સવા કરોડની હતી.

ડાયમંડ જવેલરીના વેલ્યુએશન માટે આઇટી વેલ્યુઅરને બોલાવ્યો હતો. ગત ફેબ્રુઆરીમાં આઈટીના દરોડામાં બિલ્ડરોને ત્યાંથી ઢગલાબંધ દસ્તાવેજ જપ્ત કરાયા હતા. સાથે બિલ્ડરોના બેક્ન લોકર પણ સિઝ કરાયા હતા. કોરોનાના લીધે બંધ કરાયેલી કાર્યવાહી સપ્ટેમ્બર બાદથી શરૂ કરાઇ હતી. રાજેશ પોદ્દારના ૩થી લોકર ઓપરેટ કરાયા હતા જેમાં એક લોકરમાંથી પહેલાં ૭૪ લાખની જ્વેલરી સિઝ કરાઈ હતી. જ્યારે કેટલાંક બિલ બાબતે અધિકારીઓને શંકા જતાં દાગીના જ્યાંથી લીધા હતા તેવા જ્વેલર્સને ત્યાં પણ તપાસ કરાઈ હતી. અધિકારીઓને શંકા હતી કે જે બિલ રજૂ કરાયા તે દરોડા બાદ ઊભા કરાયા હતા. ડાયમંડના વેલ્યુએશનમાં ફરક હાલ જે બે લોકર ઓપરેટ કરાયા છે તેમાંથી સવા કરોડની ડાયમંડની વીટી કે જેમાં .૬૭ કેરેટનો હીરો છે તે મળી આવ્યો હતો. સવા કરોડના ઇયરિંગ મળ્યા હતા. જે પણ ડાયમંડના હતા. ડિપાર્ટમેન્ટ દ્વારા જે વેલ્યુએશન કરવામાં આવ્યુ હતુ તે અને બિલ્ડર દ્વારા જે કરાયુ હતુ તેમાં ફરક આવ્યો હતો.

આઇટી સૂત્રો કહે છે કે ડાયમંડ જ્વેલરીના જે બિલ રજૂ કરાયા તે બીજા હતા, આથી તે સ્વીકારયા નહીં. ઉપરાંત બિલ્ડર જે વેલ્યુએશન બતાવતા હતા તે પણ સ્વીકારાયુ નહતુ. બિલ્ડરે ૪૦ લાખના ડાયમંડ બતાવ્યા હતા. નોંધનીય છે કે લોકરમાંથી કુલ નવ કરોડની જવેલરી મળી આવી હતી અલબત્ત, અડધી ઉપર ચોપડે બતાવવામાં આવી હોય બધી સિઝ કરાઈ નહતી.

(7:37 pm IST)