Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ભરૂચના નેત્રંગના ઘાણીખૂટ ગામે ટ્રક ચાલકે ત્રણ બાઇકને અડફેટે લેતા પાંચ લોકોના મોત

અકસ્માતની જાણ થતાં તરત જ નેત્રંગ પોલીસ ઘટના સ્થળે પહોંચી

ભરૂચ જીલ્લાનાં નેત્રંગનાં ઘાણીખૂંટ ગામે એક ટ્રકે ત્રણ બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ વ્યક્તિનાં મોત નીપજયાનું બહાર આવ્યું છે.

   આ બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લાનાં નેત્રંગનાં ઘાણીખૂંટ ગામે પૂર ઝડપે આવતી એક ટ્રકનાં ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં અચાનક જ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકે 3 બાઇક ચાલકોને અડફેટમાં લેતા પાંચ વ્યક્તિનાં મોત નીપજયા હતા. અકસ્માતની જાણ થતાં તરત જ નેત્રંગ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતની તમામ વિગતો મેળવી હતી જેમાં ટ્રકચાલક દ્વારા થયેલા આ અકસ્માતમાં પાંચ વ્યક્તિનાં મોત થયાનું જાણવા મળે છે.

(6:46 pm IST)