Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

વિરમગામ નગરપાલીકાના વિકાસના કામોનું જીલ્લા ભાજપ અધ્યક્ષના હસ્તે ખાતમુહર્ત કરાયુ

વિવિધ વોર્ડમાં અંદાજીત રકમ રૂ.૧૬૫ લાખના કુલ ૨૪ વિકાસના કામોનું ખાતમુહર્ત અને અંદાજીત રૂ.૮૪૦ લાખના ખર્ચે થનાર કુલ ૭૧ કામોની જાહેરાત

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :વિરમગામ નગરપાલીકાના વિકાસના કામોનું અમદાવાદ જીલ્લા ભાજપ અધ્યક્ષ હર્ષદગીરી ગોસ્વામીના વરદ હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યુ હતુ. વિરમગામ નગરપાલીકા દ્વારા વિવિધ વોર્ડમાં અંદાજીત રકમ રૂ.૧૬૫ લાખના કુલ ૨૪ વિકાસના કામોનું ખાતમુહર્ત અને અંદાજીત રૂ.૮૪૦ લાખના ખર્ચે થનાર કુલ ૭૧ કામોની જાહેરાત કરવામાં આવી છે.

 આ કાર્યક્રમમાં અમદાવાદ જીલ્લા ભાજપ અધ્યક્ષ હર્ષદગીરી ગોસ્વામી, પુર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયા, ચીફ ઓફિસર જયેશભાઇ પટેલ, નવદિપભાઇ ડોડીયા, કિર્તિબેન આચાર્ય, શુરેશભાઇ પટેલ, મયુરભાઇ ડાભી, નરેશભાઇ શાહ, હિતેશભાઇ મુનસરા, રીનાબેન પંડ્યા, કિરીટસિંહ ગોહીલ, સ્થાનિક કાઉન્સિલરો, ભાજપના હોદ્દેદારો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

  અમદાવાદ જીલ્લા ભાજપ અધ્યક્ષ હર્ષદગીરી ગોસ્વામીએ જણાવ્યુ હતુ કે, વિરમગામમાં અંદાજે ૮૦૦ લાખના ખર્ચે ૨૪ જેટલા વિકાસના કામોનું ખાતમુહર્ત કરવામાં આવ્યુ છે. વિરમગામના વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોકનું કામ, આરસીસી રોડનું કામ, શહિદબાગ ખાતે ગર્ડનીંગ સહિત અનેક કામોના ખાતમુહર્ત કરવામાં આવ્યા છે. બાકી ઘણા બધા કામો ટેન્ડરની પ્રોસેસ અથવા વિવિધ મંજુરીઓ અર્થે પડેલા છે તે તમામ કામોની ઝડપથી મંજુરીઓ પણ આવે અને વિરમગામ નગરપાલીકાના નાગરીકો સુધી તમામ વ્યવસ્થાઓ ઝડપથી પહોંચે તેવી આ તકે વાત કરવામાં આવી છે.

 આ ગામમાં છેલ્લા ૨૦ – ૨૫ વર્ષથી નાની મોટી સ્પષ્ટ બહુમતી વિનાની નગરપાલીકાઓ ચાલી છે. જો વાસ્તવમાં વિકાસ કરવો હોય તો સ્પષ્ટ બહુમતીવાળી નગરપાલીકા હોવી જોઇએ. વહીવટમાં સ્થાયીત્વ હોવું જ જોઇએ. સ્થાયીત્વના આધારે જ નગરનો વિકાસ થતો હોય છે. અમે પણ ભારતીય જનતા પાર્ટી તરીકે આગામી દિવસોમાં સ્થાયીત્વવાળી નગરપાલીકા ભારતીય જનતા પાર્ટીના લેબલ પર બને તેવા પ્રયત્નો કરીશુ.

(6:31 pm IST)