Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

તારાપુરમાં બેન્કના આસિસ્ટન્ટ મેનેજરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 74 હજારની મતાની ઉઠાંતરી કરી

તારાપુર: ખાતે રહેતા બેંક ઓફ બરોડાના આસીસ્ટન્ટ મેનેજરના બંધ મકાનના નકુચા તોડીને તસ્કરો સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળીને કુલ ૭૪૫૧૪ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં અંગે પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોર્ડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.

ચોરીની મળતી વિગતો અનુસાર મૂળ નડિયાદના પરંતુ હાલમાં તારાપુરની આરાધ્ય સોસાયટીના મકાન નંબર ૯માં રહેતા દિગેશભાઈ પ્રવિણભાઈ વરસાત તારાપુરની બેંક ઓફ બરોડામાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે તેઓ પોતાના નડિઆદ સ્થિત ઘરે હાજર હતા. દરમ્યાન રાત્રીના સુમારે કેટલાક તસ્કરોએ ત્રાટકીને બંધ મકાનના દરવાજાનો નકુચો તોડીને અંદર પ્રવેશ કરી તિજોરી તોડી નાંખી હતી અને બધો સામાન વેરવિખેર કરી નાંખીને અંદર મુકેલો પેન્ડલ સાથેનો દોઢ તોલા સોનાનો દોરો, ચાંદીની ત્રણ મુર્તિઓ, ચાંદીની લક્કી, રોકડા ૩૪૫૦૦ વગેરે મળીને કુલ ૭૪૫૧૪ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

(5:45 pm IST)