Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ખેડા નજીક ગામમાં દહેજ મામલે પરિણીતા પર શારીરિક માનસિક ત્રાસ ગુજારનાર સાસરિયાના ત્રણ સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ

ખેડા:ગામના તિજોરીવાળા ખાંચામાં રહેતી પરિણીતાને લગjગાળા દરમ્યાન શારીરિક-માનસિક ત્રાસ આપી, ગંદી ગાળો બોલી દહેજ લાવવા માટે મારઝુડ કરતા સાસરીયાઓ વિરૂધ્ધ ખેડા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સીમાબેનના (. . ૩૩ રહે. રખીયાલ, મોટી ખડકી, તા.ઠાસરા) લગj માર્ચ ૨૦૧૧માં સામાજિક રીતરિવાજ મુજબ ખેડા મોટી તિજોરીવાળા ખાંચામાં રહેતા મેહુલભાઇ મણીભાઇ પટેલ સાથે થયા હતા. લગjની શરૂઆતમાં તો સાંસારીક જીવન ઠીકઠાક ચાલ્યું. દંપત્તીને સંતાનમાં એક પુત્ર પણ થયો. પરંતુ બાદમાં સાસુ, સસરા દ્વારા નાના નાના કામમાં પરિણીતાને ઠપકો આપવાનુ શરૂ કરી દીધુ હતું. ધીરે ધીરે વાત દહેજ માંગવા સુધી પહોંચી ગઇ અને સાસુ, સસરા દ્વારા વારંવારેતુ તારા બાપના ઘરેથી શું લાવી..? તારા સિવાય બીજીને લાવ્યા હોત તો સારુંએમ કહી પરિણીતા પર ત્રાસ ગુજરાવાનો શરૂ કરી દીધો હતો. જોકે પરિણીતાના પિતાનું અવસાન થઇ ગયેલ હોઇ તે તેના પિયરમાં બોજ બનાવા માંગતી હોઇ થોડો સમય તો તેણે મૂંગા મોંએ બધું સહન કરી લીધું. પરંતુ તા.૧૬ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ પતિ તથા સાસુ, સસરાએ પરણિતા સાથે ઝઘડો કરેલ અને મારઝુડ કરી તેનો પતિ મેહુલ તેણીને આણંદ ખાતે તેની બહેનના ઘરે મૂકી આવ્યો હતો.

(5:45 pm IST)