Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

કપડવંજ તાલુકાના ચીખલોડમાં પરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવકને ઢોરમાર મારનાર યુવતીને બે ભાઈઓ વિરુદ્ધ ગુનો દાખલ

કપડવંજ:તાલુકાના ચીખલોડમાં રહેતાં એક યુવકને ગામની પરિણીત યુવતિ સાથે પ્રેમસબંધ હતો. આની જાણ યુવતિના બે ભાઈઓને થતાં તેઓએ યુવક પર હુમલો કરી ઢોર માર માર્યો હતો. અને લોહીલુહાણ બનેલા યુવકને બાઈક પર બેસાડી વિશ્વનાથપુરા સીમમાં લઈ જઈ ગટરમાં ફેંકી દીધો હતો. બનાવ અંગે કપડવંજ રૂરલ પોલીસે યુવકને માર મારનાર યુવતિના બે ભાઈઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ કપડવંજ તાલુકાના ચીખલોડ ગામની સીમ વિસ્તારમાં જીવણભાઈ ઉર્ફે જીવાભાઈ રઈજીભાઈ રાઠોડ પોતાના પરિવાર સાથે રહે છે. થોડા સમય અગાઉ તેઓને ગામમાં રહેતી એક યુવતિ સાથે પ્રેમસબંધ બંધાયો હતો. તેઓ બંને જણાં અવારનવાર રૂબરૂ મુલાકાત કરતાં તેમજ મોબાઈલના માધ્યમથી રોજેરોજ વાતચીત કરતાં હતાં. દરમિયાન જીવણભાઈની પ્રેમીકાના અન્ય યુવક સાથે લગ્ન થઈ જતાં તે તેની સાસરીમાં જતી રહી હતી. જો કે લગ્ન બાદ પણ બંને વચ્ચે પ્રેમસબંધ ચાલુ હતો.

(5:44 pm IST)