Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

વિજાપુર તાલુકાના એક ગામની સગીર વયની કિશોરી પર બે નરાધમોએ દુષ્કર્મ આચરી બીભત્સ ફોટાઓ પાડી વાયરલ કરવાની ધમકી આપનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વિજાપુર:તાલુકાના એક ગામની સગીર વયની કિશોરી ઉપર બળજબરીપૂર્વક બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. અંગત પળોના બીભત્સ ફોટાઓ પાડી તેને વાયરલ કરાવી ધમકી આપવામાં આવી કોની સામે આવ્યું છે. ચોકાવનારી ઘટના અંગે ભોગ બનનાર કિશોરીના પિતાએ વસઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે કુકરવાડા ના બે યુવકો સામે પોસ્કો તેમજ આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિજાપુર તાલુકાના કુકરવાડા ગામમાં રહેતા સમીર ઉર્ફે સચિન વિષ્ણુભાઈ પટેલે માસ અગાઉ પંથકની એક સગીર વયની યુવતી સાથે બળજબરી પૂર્વક શરીર સબંધ હતો અને તે વખતના તેણે મોબાઇલ ઉપર ફોટાઓ પાડી દીધા હતા. જ્યારે વાત કોઇને કહીશ તો તારા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી હતી. ઘટનાના પંદરેક દિવસ પછી ભોગ બનનાર યુવતી પોતાના ઘરમાં એકલી હતી ત્યારે મોકો જોઈને સમીરનો મિત્ર અને કુકરવાડા ગામમાં રહેતો પ્રજાપતિ મહેન્દ્ર ઉર્ફે અનિલ ઉર્ફે રસોઈયો નામનો યુવાન તેણીના ઘરે પહોંચી ગયો હતો. અહીં તેણે ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી સગીરા ઉપર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. તેમજ તે સમયના કિશોરીના બીભત્સ નગ્ન ફોટા પાડી લીધા હતા અને વાયરલ કરવાની ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો. ઘટનાથી એક થઈ ગયેલી કિશોરીએ અંગે તારા પરિવારને વાકેફ કરતા છેવટે ભોગ બનનાર સગીરાના પિતાએ વસાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે સમીર તેમજ મહેન્દ્ર વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(5:44 pm IST)