Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

પાલનપુરના ગઠામણ પાટિયા નજીક બહારના વિસ્તારમાં મકાનમાં કુટણખાણુ ચલાવતી મહિલાને રંગે હાથે ઝડપી

પાલનપુર: શહેરના ગઠામણ પાટીયા પાસે મૂળ વાડિયા ગામની એક મહિલા બહારની યુવતીઓને પૈસા પ્રલોભ આપી ને દેહ વેપાર કરાવતી હોવાની બાતમી ના આધારે પાલનપુર પૂર્વ પોલીસની ટીમે કુટણખાણામાં ઓચિંતી રેઇડ કરી હતી. જેમાં એક ગ્રાહક તેમજ કુટણખાનું ચલાવતી મહિલા પોલીસના હાથે ઝડપાઇ જતા તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 અમદાવાદ હાઇવે પર ગઠામણ પાટીયા ચામુંડા સોસાયટી પાસે એક મકાનમાં રૃપલલનાઓ દ્રારા દેહવેપાર કરવામાં આવતો હોવાની બાતમીના આધારે શહેર પૂર્વ પોલીસની ટીમે ઓચિંતી રેઇડ કરી હતી .જેમાં અહીં મૂળ થરાદ તાલુકાના વાડિયા ગામની મોહિનીબેન મંગળભાઈ સિંધલ (સરાણીયા)નામની મહિલા બહાર થી યુવતીઓ લાવી ને તેમને પૈસા નું પ્રલોભન આપી ગ્રાહક દીઠ રૃ.૫૦૦માં દેહવેપાર કરાવતી હોવાનું માલુમ પડતા પોલીસે અહીં હાજર ગ્રાહક મોહસીન હનીફભાઈ પરબડીયા રહે.વગદા હુસેનપુર વાળાને ઝડપી પાડયો હતો .પોલીસે બનાવમાં રોકડ તેમજ મોબાઈલ મળી ને કુલ રૃ. હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો .અને કુટણખાનું ચાલવતી મહિલા તેમજ ગ્રાહક વિરુદ્ધ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

(5:43 pm IST)