Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

યાત્રાધામ અંબાજીના છાપરી નજીક ચેકપોસ્ટ પરથી શંકાના આધારે એક શખ્સને પોલીસે અફીણના મુદામાલ સાથે ઝડપી પાડયો

અંબાજી:યાત્રાધામ અંબાજી પાસેના ગુજરાત અને રાજસ્થાન રાજ્યને જોડતાં સરહદ છાપરી ચેકપોસ્ટ પર રાજસ્થાન બાજુથી આવતા એક ઈસમને શંકાના આધારે તેની તપાસ કરાતાં તેની પાસેથી અફીણ રસકટના મુદ્દામાલ સાથે ઝડપી પાડતાં ચકચાર મચી જવા પામી હતી.

કચ્છ-બનાસકાંઠા રેન્જ આઈ.જી. જે.આર.મોથલીયા તથા જિલ્લા પોલીસવડા દ્વારા જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓને અટકાવવાના આદેશ અનુસાર ગઈરાત્રિના સમયે રાજસ્થાન બાજુથી આવતા એક ઈસમને સરહદ છાપરી ચેકપોસ્ટના ઈન્ચાર્જ જયકરણ દાનગઢવીને શંકા જતાં તેના થેલાની તપાસ કરતાં તેમાંથી તપાસ કરતાં કિલો ૨૭૭ ગ્રામ રસકટ હોવાનું માલૂમ પડતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. અંગેની વિધિવત જાણ અંબાજી પોલીસ સ્ટેશને કરતાં પીઆઈ જે.બી.આચાર્ય તથા સ્ટાફે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અફીણ રસકટના થેલા સાથે પ્રકાશસિંગ મોગુંસિંગ રાવત (મીણા) રહે.કમ્બોલીયા, જિલ્લો પ્રતાપગઢ, રાજસ્થાનવાળાની ધરપકડ કરી હતી. જેની અંદાજીત કિ.,૨૭,૭૦૦ થવા જાય છે. જેની એનડીએસ કલમ અન્વયે કાર્યવાહી કરવામાં આવેલ છે

(5:43 pm IST)