Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સુરતમાં ફાયર સેફટીની સુવિધા ન ધરાવનાર સ્‍કૂલો સામે ફાયર વિભાગનો સપાટોઃ 10 જેટલી સ્‍કૂલોને સીલ મારી દેવાઇ

સુરત: શહેરમાં અવારનવાર બનતી આગની ઘટનાઓને પગલે સુરત ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે. ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉભી ના કરનારી સ્કૂલો પર ફાયર વિભાગે સપાટો બોલાવીને આજે 10 જેટલી સ્કૂલોને સીલ માર્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સીલ મારવામાં આવેલી સ્કૂલોને ફાયર સેફ્ટીની (Fire Safety) સુવિધા ઉભી કરવા માટે અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. આમ વારંવાર નોટિસ છતાં ફાયર સિસ્ટમ ના લગાડવાના કારણે 10 જેટલી સ્કૂલોને સીલ મારવામાં આવ્યું છે.

કંઈ-કંઈ સ્કૂલોને સીલ મરાયું?

- સ્વામીનારાયણ પરમસુખ વિદ્યા સ્કુલ સિમાડા ગામ ,વરાછા

- સાધના નિકેતન સ્કૂલ કારગીલચોક ,વરાછા

- સ્કોલર ઈંગ્લીશ સ્કૂલ ,પાંડેસરા

- અંકુર વિદ્યાલય, કતારગામ

- યોગી વિદ્યાલય, કતારગામ

- ગુરુકૃપા પ્લે ગ્રુપ અને નર્સરી સ્કૂલ, સગરામપુરા

- પિંકલ પ્લે ગ્રુપ, સગરામપુરા

- શ્રી ગોરધનદાસ સોનાવાલા મણીબા વિદ્યાલય, ગોપીપુરા

- શ્રી સુર ચંદ પંચનંદ ઝવેરી ગર્લ્સ હાઈસ્કૂલ,ગોપીપુરા

- શ્રી કેશ જોશ ડાયમંડ જયુંબલી પ્રાઇમરી સ્કૂલ,શાહપોર

(5:00 pm IST)