Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

મહેસાણા દુધસાગર ડેરીની ચૂંટણી જેલમાં રહીને જ લડતા વિપુલ ચૌધરીઃ કુલ 39 ઉમેદવારો ચૂંટણી જંગમાં

મહેસાણા: મહેસાણા દૂધસાગર ડેરીની 5 બેઠકોની ચૂંટણી યોજાઇ રહી છે. વિપુલ ચૌધરી અને અશોક ચૌધરી વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે. ડેરીના ચૂંટણી જંગમાં કુલ 39 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સાગરદાણ કૌભાંડમાં અત્યારે જેલમાં છે. ચૂંટણી પ્રચાર માટે તેમણે હાઇકોર્ટમાં જામીન માંગ્યા હતા પણ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. વિપુલ ચૌધરી જેલમાં રહીને જ ચૂંટણી લડી રહ્યા છે.

મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીનું મતદાન સવારે 9 વાગ્યાથી શરૂ થઇ ગયુ છે જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. સાંજે સાડા છ વાગ્યા પછી મતગણતરી શરૂ થશે. મહેસાણાની વર્ધમાન વિદ્યાલયમાં મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો જોવા મળી રહ્યો છે. સ્કૂલમાં વિવિધ વપ્ગમાં મતકુટીરની વ્યવસ્થા છે. મતદાન માટે કોરોનાની ગાઇડલાઇનનું પણ પાલન કરવામાં આવી રહ્યુ છે. મતદાન કરતા સમયે મતદારો ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટસિંગ સાથે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરતા જોવા મળી રહ્યા છે.

દૂધસાગર ડેરીની ચૂંટણીમાં 1 વાગ્યા સુધીનું મતદાન

મહેસાણા- 104

પાટણ- 103

સમી- 98

વિજાપુર- 108

સીદ્ધપુર- 103

કલોલ- 99

ખેરાલુ- 112

કડી- 102

ચાણસ્મા- 84

માણસા- 94

વિસનગર- 98

કુલ 1129 પૈકી 1105 મતદારોએ મતદાન કર્યુ

ચૂંટણીનું 99 ટકા જેટલું મતદાન પૂર્ણ થયુ

(4:59 pm IST)