Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

શિક્ષણ બોર્ડ દ્વારા કોઈ વધારા વગર ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાનું માળખુ જાહેર કર્યુ

ધો.૧૦માં ૩૫૫ - ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૬૦૫ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૪૯૦ રૂપિયા

રાજકોટ, તા. ૧૨ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૧માં લેવાનારી ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ તથા ધો.૧૨ સાયન્સની પરીક્ષાની ફી જાહેર કરાઈ હતી.

ગતવર્ષે જ બોર્ડ દ્વારા ફીમાં વધારો કર્યો હોવાથી ચાલુ વર્ષે કોઈ વધારો કરાયો નથી. બોર્ડ દ્વારા વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફી લેવામાં આવતી ન હોવાથી તેમને ફી માંથી મુકિત મળશે. નિયમિત વિદ્યાર્થીઓ માટેની ધો.૧૦ની ફી રૂ. ૩૫૫ રહેશે. જયારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં રૂ. ૪૯૦ અને ધો.૧૨ સાયન્સમાં રૂ. ૬૦૫ની ફી વસૂલ કરવામાં આવશે.

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૧માં લેવાનારી પરીક્ષા માટેની ફીના ધોરણો બોર્ડ દ્વારા નક્કી કરી દેવામાં આવ્યા છે. તે મુજબ નિયમિત વિદ્યાર્થીઓ ઉપરાંત રિપિટર વિદ્યાર્થીઓ માટે લેવાતી પરીક્ષા ફી જાહેર કરાઈ હતી. ધો.૧૦માં રિપિટર વિદ્યાર્થીઓની એક વિષયની ફી રૂ.૧૩૦ નક્કી કરાઈ છે. જયારે ત્રણ કરતા વધુ વિષયની ફી રૂ. ૩૪૫ રહેશે. ધો.૧૦માં ખાનગી વિદ્યાર્થીઓએ રૂ. ૭૩૦ની ફી ભરવાની રહેશે. આ જ રીતે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થીઓની ફી રૂ. ૪૯૦ રહેશે. જયારે ખાનગી વિદ્યાર્થી માટેની ફી રૂ. ૮૭૦ નક્કી કરાઈ છે.

ધો.૧૨ સાયન્સની પરીક્ષા ફીમાં ગતવર્ષે વધારો કરાયા બાદ ચાલુ વર્ષે કોઈ ફેરફાર કરાયો નથી. ધો.૧૨ સાયન્સમાં એક વિષયની ફી રૂ. ૧૮૦ રાખવામાં આવી છે. જયારે ત્રણ વિષય કરતા વધુ વિષયની ફી રૂ. ૬૦૫ કરવામાં આવી છે. જયારે પ્રાયોગિક વિષયની પરીક્ષા ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત એક વિષયની પ્રાયોગિક ફી રૂ. ૧૧૦ લેવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. આમ, ૩ વિષયની પ્રાયોગિક પરીક્ષા માટે હવે વિદ્યાર્થીઓને રૂ. ૩૩૦ ભરવા પડશે.

ધો.૧૦ની ફી કેટલી નક્કી કરાઈ?

નિયમિત વિદ્યાર્થી રૂ. ૩૫૫

રિપિટર (૧ વિષય) રૂ. ૧૩૦

રિપિટર (૨ વિષય) રૂ. ૧૮૫

રિપિટર (૩ વિષય) રૂ. ૨૪૦

રિપિટર (૩થી વધુ) રૂ. ૩૪૫

ખાનગી વિદ્યાર્થી રૂ. ૭૩૦

ધો.૧૨ સા.પ્ર.માં કેટલી ફી લેવાશે ?

નિયમિત વિદ્યાર્થી રૂ. ૪૯૦

રિપિટર (૧ વિષય) રૂ.૧૪૦

રિપિટર (૨ વિષય) રૂ. ૨૨૦

રિપિટર (૩ વિષય) રૂ. ૨૮૫

રિપિટર (૩દ્મક વધુ) રૂ.૪૯૦

ખાનગી વિદ્યાર્થી રૂ. ૮૭૦

ધો.૧૨ સાયન્સની કેટલી ફી ?

નિયમિત વિદ્યાર્થી રૂ. ૬૦૫

રિપિટર (૧ વિષય) રૂ. ૧૮૦

રિપિટર (૨ વિષય) રૂ. ૩૦૦

રિપિટર (૩ વિષય) રૂ. ૪૨૦

રિપિટર (૩થી વધુ) રૂ. ૬૦૫

પ્રાયોગિક (૧ વિષય) રૂ.૧૧૦.

(4:03 pm IST)