Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

કપડા નિર્માતાઓ અને યાર્ન ઉત્પાદકો સામ-સામે : બન્ને સંગઠનોના નફા-નુકશાનના દાવા

ગુજરાત-મહારાષ્ટ્રના ૧ર સંગઠનોએ કપડા મંત્રીને પત્ર લખી ડયુટી ઉપર વિરોધ દર્શાવ્યો

સુરત, તા. પ :  આ દિવસોમાં કપડા બજારમાં યાર્ન અને ગ્રે ના વધતા ભાવોથી ઉથલ-પાથલ મચી ગઇ છે. કપડા નિર્માણ સંગઠન અને યાર્ન ઉત્પાદકો સામ-સામે આવ્યા છે.

વીવર્સ સંગઠનો અને ઉત્પાદકોએ કપડા મંત્રી સ્મૃતિ ઇરાનીને પત્ર લખ્યો છે. ઉપરાંત કપડા કારોબારમાં સુનાવણી કરનાર સંસ્થા વ્યાપાર પ્રતિસ્પર્ધા સમિતિ પાસે પણ ગૃહાર લગાવવા જઇ રહ્યા છે. વીવર્સમાં આ માંગ ઉઠવા લાગી છે કે એન્ટી પ્રોફેટીંગ કમીટી એ વાતની ધ્યાન રાખે છે કે નહીં ? જયારે જરૂરી વસ્તુ અધિનિયમમાં કપાસથી બનેલ દોરા પણ ૧૯પપ થી સામેલ છે. તો સીથેંટીક (પોલીસ્ટર) યાર્ન નિર્માતા જે સીડીકેટ બનાવી મનમાના ભાવ વધારી રહ્યા છે તો એના ઉપર લગામ કેમ નહીં ? બીજી તરફ સ્થાનીક યાર્ન ઉત્પાદકોનું કહેવું છે કે યાર્ન ઉપર ડમ્પીંગ ડયુટી લગાવાઇ નહીંતર તેમને નુકશાન થઇ રહ્યું છે.

જયારે વીવર્સ ઇચ્છે છે કે ડયુટી ન લગાવાઇ, કેમકે તેમણે આયાત કરેલ યાર્ન સસ્તા પડે છે અને ડયુટી લગાડવાથી સ્થાનીક નિર્માતાઓની મનમાની વધી જશે. બીજી તરફ ડાયરેકટર જનરલ ઓફ ટ્રેડ એન્ડ રેમિડીઝે વિસ્કોર્સ યાર્ન ઉપર એન્ટી ડંપીંગ ડયુટી લગાડવા માટે નાણા ખાતા પાસે ગુહાર લગાવી છે.

બીજી તરફ તેમના વિરૂધ્ધ ફિઆસ્વી, આસ્કમા ફોગવા સહિતના ૧ર સંગઠનોએ કપડા મંત્રીને પત્ર લખી આયાતિત યાર્ન ઉપર આયાત શુલ્ક ન લગાવવાની માંગ કરી છે. તેમના મુજબ વિવિંગ ઇન્ડસ્ટ્રીની સુનાવણી વગર ડીજીટીઆર નિર્ણય ન આપી શકે. કપડા સંગઠનોએ વસ્ત્ર મંત્રાલયને જણાવેલ કે ડીજીટીઆરએ વીવર્સને પાર્ટી બતાવવાને બદલે તેના યાર્ન ડીલરોને એક પાર્ટીના રૂપમાં આયાતિ એફ.ડી.વાય. યાર્ન ઉપર ૪૦ થી ૭૦ રૂપિયા પ્રતિ કિલો અને વિસ્કોસ સ્પન યાર્ન ઉપર પ૦ થી ૭૦ રૂપિયા લગાવવાની ભલામણ કરી છે. જેથી યાર્ન સ્થાનીક સ્તરે મોંધા થઇ જશે.

(12:43 pm IST)