Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

મહેસાણા દૂધસાગર ડેરી ચૂંટણી : વિપુલ ચૌધરી- અશોક ચૌધરી વચ્ચે ખરાખરીનો જામ્યો જંગ

ડેરીના ચૂંટણી જંગમાં કુલ 39 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

મહેસાણા દૂધસાગર ડેરીની 5 બેઠકોની ચૂંટણી યોજાઇ રહી છે. વિપુલ ચૌધરી અને અશોક ચૌધરી વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે. ડેરીના ચૂંટણી જંગમાં કુલ 39 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સાગરદાણ કૌભાંડમાં અત્યારે જેલમાં છે. ચૂંટણી પ્રચાર માટે તેમણે હાઇકોર્ટમાં જામીન માંગ્યા હતા પણ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. વિપુલ ચૌધરી જેલમાં રહીને જ ચૂંટણી લડી રહ્યા છે.

(12:16 pm IST)