Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

જુના રામપરા ગામની નર્મદા નદીમાં સ્નાન કરવા પડેલા ફાર્મસીસ્ટનું ડૂબી જતાં મોત

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જુના રામપરા ખાતેની નર્મદા નદીમાં સ્નાન કરવા ગયેલા શખ્શનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું.

 

  રાજપીપળા પો.સ્ટે.માં સંજીવ રાજકુમાર જયસવાલે આપેલી ફરિયાદ મુજબ રમેશ પ્રકાશચંદ્ર જયસવાલ,..(૪૯) (રહે.દાહોદ( જુના રામપરા ગામની નર્મદા નદી નજીક સ્મશાન ઘાટ પાસે સ્નાન કરવા ગયેલ તે સમયે આકસ્મિક રીતે તે ઊંડા પાણીમાં ગરકાવ થતા ડૂબી જતાં તેનું મોત થયું હતું.રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ મરનાર રમેશભાઈ ફાર્મસીસ્ટ તરીકે નોકરી કરતાં હતાં

(12:49 am IST)