Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સુરતમાં ઉધના મગદલ્લા રોડ પર મર્સિડીઝના કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા: એકનું કરૂણમોત

કાર ચાલક પોતાની ગાડી મુકી નાસી છૂટ્યો: પોલીસ ઘટના સ્થળે પહોંચી

 

સુરત : શહેરના ઉધના મગદલ્લા રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મર્સિડીઝ કાર ચાલકે સાયકલ, બાઈક અને ઓટોરિક્ષાને એડફેટે લીધી હતી. મળતી માહિતી મુજબ સાયકલ પર સવાર એક વ્યક્તિનું મોત થયુ છે. મર્સિડીઝ કાર ચાલક પોતાની ગાડી મુકી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

  મોડી રાતે સુરતના ઉઘના મગદલ્લા રોડ પર બેફામ મર્સિડીઝ ચલાવતા ડ્રાઈવરે એક સાયકલ, એક બાઈક અને એક ઓટોરિક્ષાને કારની અડફેટે લીધી હતી. જેમાં કારની અડફેટે આવેલા સાયકલ સવાર વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે બાકીનાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતની ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. 108ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ખટોદરા પોલીસે ઘટનાની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

(12:43 am IST)