Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

વડોદરામાં જમીન મળ્યા બાદ ઓડી કારમાં રેલી કાઢનાર આરોપી સુરજ કહાર સામે પાસાનો હુકમ હાઇકોર્ટે રદ કર્યો

જો કોઈ અન્ય ગુનામાં સંડોવાયેલો ન હોય તો તેના મુક્ત કરવાનો હુકમ કર્યો

વડોદરામાં હત્યાના ગુનામાં જામીન મેળવ્યા બાદ લૉકડાઉનના નિયમોનું ભંગ કરી પોતાની લાલ ઓડી કારમાં મિત્રો સાથે રેલી કાઢનાર આરોપી સૂરજ કહાર સામે વડોદરા પોલીસ કમિશનર દ્વારા દાખલ કરવામાં આવેલો પાસાનો આદેશ ગુજરાત હાઈકોર્ટે દ્વારા રદ કરવામાં આવ્યું છે.

ગુજરાત હાઈકોર્ટે વડોદરા પોલીસ કમિશનર દ્વારા આરોપી સૂરજ કહાર સામે જારી કરેલા પાસાના આદેશને રદ જાહેર કર્યો છે અને જો કોઈ અન્ય ગુનામાં સંડોવાયેલો ન હોય તો તેના મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. પાસા દાખલ થયા બાદ આરોપીને સુરતની જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

4 જૂન 2020ના રોજ હત્યાના કેસમાં વડોદરા સેશન્સ કોર્ટ તરફથી જામીન મેળવ્યા બાદ આરોપી સૂરજ કહારે પોતાની લાલ ઓડી કારમાં બેસીને તેના મિત્રો સાથે રેલી કાઢી હતી. જેમાં લૉકડાઉનના નિયમો પણ ભંગ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ DCB પોલીસ સ્ટેશન દ્વારા સૂરજ કહાર અને તેના મિત્રો સામે IPCની કલમ 188 અને GP એકટની કલમ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે સુરજ કહારને વોન્ટેડ જાહેર કર્યો હતો અને ત્યારપછી નર્મદા જિલ્લામાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

(8:33 am IST)