Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ઓનલાઈન શિક્ષણની આડમાં છાત્રો પોર્ન સાઈટની લતે ચઢ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વેમાં ખુલાસો : લોકડાઉનમાં નેટ પર પોર્ન સાઈટ જોવાની ઘેલછા વધી છે

રાજકોટ, તા. : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ઓનલાઇન શિક્ષણની આડમાં તરુણ બાળકોને પોર્ન સાઈટ જોવાની લત લાગી ગઈ છે. મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર અને વિદ્યાર્થી પાસે આવા કેટલાક કિસ્સાઓ પણ આવ્યા છે.

વિશે મળતી માહિતી પ્રમાણે કોરોના કાળમાં નાનાથી લઈ મોટા એમ તમામ લોકો દરેક પ્રવૃત્તિ ઓનલાઇન કરી રહ્યા છે. ઉપરાંત શિક્ષણ પણ હાલ ઓનલાઈન આપવામાં આવી રહ્યું છે. પરંતુ ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓ માટે કેટલું હિતાવહ તે પણ એક મોટો પ્રશ્ન છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ધારા દોશી અને વિદ્યાર્થિની ભૂમિકા ડોબરીયાએ કરેલા સર્વેમાં ચોંકાવનારી બાબત સામે આવી છે.

ઓનલાઇન શિક્ષણની આડમાં તરૂણ બાળકોને પોર્ન સાઈટ જોવાનો ચસ્કો વધ્યો છે. નેશનલ તેમજ ઇન્ટરનેશનલ રિપોર્ટને આધારે પણ જાણવા મળ્યું છે કે, લોકડાઉન દરમિયાન ઇન્ટરનેટ પર પોર્ન સાઈટ જોવાની ઘેલછા વધુ છે. ભણવાના બહાને સતત મોબાઈલ હાથમાં હોવાથી બાળકો જોવાની વસ્તુઓ જુએ છે. ભણવાના બહાને તરુણ બાળકો દ્વારા પોર્ન સાઈટ જોવાતા માતા પિતા માટે પણ એક ચિંતાનો વિષય બની ગયો છે. સોશિયલ મીડિયાના વધતા જતા ઉપયોગને કારણે માતા પિતાએ પણ તેના બાળક પર ખાસ નજર રાખવી આવશ્યક બની ગઈ છે. સામાન્ય રીતે બાળકોને મોબાઈલ આપીને માતા પિતા પોતાની જવાબદારીમાંથી છૂટીને પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. જેનું પરિણામ ગંભીર આવી શકે તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે.

જોકે બાબતે નિરાકરણ પણ આવી શકે તેમ છે. બાળકોને ધીરજ અને શાંતિથી સમજાવી મોબાઈલના વ્યસનથી દૂર રાખી શકાય તેમ છે. જોકે જરૂર પડ્યે કડક વલણ અપનાવું પણ યોગ્ય રહે છે. પરંતુ સાથે આવા કિસ્સાઓ જોતા માતા પિતા માટે જાગૃત થવું જરૂરી થઈ ગયું છે.

(9:23 pm IST)