Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સોજિત્રા : માર્બલ ઓફિસમાંથી ૫.૫ લાખની મત્તાની ચોરી

કડકડતી ઠંડીમાં તસ્કરીમાં ગરમી : આણંદ જિલ્લાના સોજિત્રા જીઆઈડીસી વિસ્તારની ઘટના

આણંદ, તા. : આણંદ જિલ્લાના તાલુકા મથક સોજિત્રામાં જીઆઇડીસી વિસ્તારમાં કોઈ ચોર શખ્સો માર્બલની ઓફિસના દરવાજાનું તેમજ ઉપરના માળે આવેલ મકાનના દરવાજાનું તાળું તોડી દાગીના, ઘડિયાળ, રોકડ મળી કુલ રૂ..૫૦ લાખની મત્તા ચોરી કરી લઇ ગયાની ફરિયાદ સોજીત્રા પોલીસ મથકમાં નોંધાઇ છે.

સોજીત્રા ખાતે જીઆઈડીસીમાં મૂળ રાજસ્થાન રાજસમંદના આત્મા કુંવારીયા ગામના વતની પરમેશ્વર ભીમરાજ પ્રજાપતિ (..૬૫) પરિવાર સાથે રહે છે. શનિવારે પરમેશ્વર પ્રજાપતિની ભત્રીજી વિદ્યાનગર ખાતે રહેતા પ્રેમાબેન પ્રજાપતિની જન્મ તારીખ હોવાથી પરમેશ્વર પ્રજાપતિનો પુત્ર સૂર્યપ્રકાશ પોતાની પત્ની અને બાળકો સાથે વિદ્યાનગર પ્રેમાબેન પ્રજાપતિના ઘરે ગયા હતા. જ્યારે પરમેશ્વર પ્રજાપતિ પોતાના પત્ની સાથે જૂના ઘરમાં સુઈ ગયા હતા જ્યારે તેઓના સાઢુનો પુત્ર સુરેશભાઈ અને તેઓની પત્ની પરમેશ્વર પ્રજાપતિના મકાનના પહેલાં માળે તેઓના પૂત્ર સૂર્યપ્રકાશના રૂમમાં સુઈ ગયા હતા.રવિવારે સવારે પરમેશ્વર પ્રજાપતિના ભાણેજ સુરેશભાઈનો તેઓની પર ફોન આવેલ અને જણાવેલ કે, ઘરમાં ચોર ઘુસ્યા છે. જેથી પાછળની બાજુએ જૂના ઘરમાં સુઈ રહેલા પરમેશ્વર પ્રજાપતિ પોતાના મકાનમાં આવતા મકાનનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો તેમજ નીચે આવેલ સીતારામ માર્બલની ઓફીસનું તાળુ પણ તૂટેલું હતું. કોઈ ચોર શખ્સો ઓફિસ અને ઘરમાંથી સોનાની બંગડીનો સેટ, સોનાના મંગળસૂત્ર, સોનાના પાંચા, સોનાની બુટ્ટી, બે કાંળા ઘડિયાળ, ઓફીસમાંથી રોકડ રકમ મળી કુલ રૂ..૫૦ લાખની મત્તા ચોરી કરી લઇ ગયા હતા. સોજીત્રા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દરમિયાનમાં વિરપુર તાલુકાના છેવાડે વરધરા પંચાયતમાં આવેલ અંબિકા સોસાયટીના નાકા ઉપર મનીષ શાહની અરિહંત કિરાણા સ્ટોર્સ નામની દુકાન આવેલી છે. ગત રાત્રીના કોઇ અજાણ્યા તસ્કરોએ દુકાનના શટલનું લોક તોડી અંદર પ્રવેશ્યા હતા. તસ્કરોએ દુકાનના ગલ્લામાં મુકેલ અંદાજીત રૂ. હજારની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. દરમ્યાન સવારે દુકાનમાલીક રોજીંદા સમયે પોતાની દુકાન ખોલવા જતા શટરનું તાળુ તુટેલ જોયું હતું. જેથી તેઓએ દુકાનમાં તપાસ કરતાં ગલ્લામાં મુકેલ રકમ જણાઇ હતી. જ્યારે અન્ય સામાન સહિ સલામત હતો. વિરપુર નગરમાં લગાવેલ સીસીટીવી કેમેરા મૃત હાલતમાં હોય નગરજનો પંચાયતના વહિવટ દારો ઉપર ભારે રોષ ભભુકી ઉઠ્યો હતો. બનાવ સંદર્ભે વિરપુર પોલીસેકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:18 pm IST)