Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

મારી સાથે દોસ્તી કરી લે, નહીં તો પરિણામ સારું નહીં આવે

૫ વર્ષથી પજવણી કરતા રોમિયો સામે ફરિયાદ : યુવકને પરિવારે સમજાવ્યો છતાં રોમીયોગીરી શરૂ રાખી હતી, હદ વટાવી નાખતા પરિવારે પોલીસ ફરિયાદ કરી

અમદાવાદ,તા. : મારી સાથે ફ્રેન્ડશીપ કરી લે નહીંતો પરિણામ સારુ નહીં આવે હું તને જાનથી મારી નાંખીશ આવી ધમકી આપનાર યુવક સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે વર્ષ ૨૦૧૫થી યુવક સગીરાનો પિછો કરતો હતો. અંગે સગીરાના પિતાએ સમજાવતા થોડો સમય યુવક સુધર્યો પણ ફરીથી પિછો શરૂ કર્યો હતો.શહેરના દાણીલીમડા વિસ્તારમાં ૨૦ વર્ષિય યુવતી પોતાના પરિવાર સાથે રહે છે અને ટીવાયમાં અભ્યાસ કરે છે. ૨૦૧૫માં યુવતી શાહઆલમ ખાતે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની સાથે એક કિશોરી પણ અભ્યાસ કરતી હતી. જેનો મિત્ર મારૂફ રંગરેજ તેણીને અવાર નવાર મળવા માટે  આવતો હતો. દરમિયાન કિશોરીએ કોઇ કારણસર અભ્યાસ છોડી દીધો હતો અને સ્કૂલ આવવાનું બંધ કરી દીધુ હતુ.

જો કે, મારૂફે સ્કૂલમાં આંટા ફેરા ચાલુ રાખ્યા હતા. કિશોરી હોવાથી મારૂફ યુવતી કે જ્યારે તે સગીર હતી તેને ફ્રેન્ડશીપ કરવા વારંવાર કહેતો હતો. જોકે, ભોગ બનનારે ના પાડી દીધી હતી. છતાય મારૂફ ત્યા આવતો અને યુવતીને ફ્રેન્ડશીપ કરવાનું કહી પાછળ પાછળ જતો હતો. ધો-૧૦માં અભ્યાસ પૂર્ણ બાદ યુવતીએ બીજી સ્કૂલમાં અભ્યાસ ચાલુ કર્યો હતો. આમ છતા મારૂફ ત્યાં પણ પાછળ આવતો હતો અને ફ્રેન્ડશીપ કરવા દબાણ કરતો હતો. જેથી યુવતીએ અંગે પરિવારને જાણ કરતા મારૂફને સમજાવ્યો હતો. જેથી થોડો સમય મારૂફ ત્યા આવતો નહીં.

પછી યુવતી કોલેજમાં આવી હતી અને તે રોજ કોલેજ જવા નિકળે ત્યારે મારૂફ તેની પાછળ પાછળ કોલેજ સુધી જતો હતો અને મિત્રતા કરવા દબાણ કરતો હતો. જેથી ફરીથી યુવતીએ અંગે પિતાને વાત કરતા તેમણે મારૂફને ઠપકો આપ્યો હતો. જેથી તેણે પિછો કરવાનું બંધ કરી દીધુ હતુ. દરમિયાન ગત તા. જાન્યુ.ના રોજ યુવતી પરીક્ષા આપી પોતાનું વાહન લઇ ઘરે આવતી હતી. ત્યારે મારૂફે પિછો કર્યો હતો. જેથી યુવતીએ પિછો કરવા કહેતા મારૂફે જણાવ્યું હતું કે, તુ મારી સાથે ફ્રેન્ડશીપ કરી લે નહીંતર પરિણામ સારુ નહીં આવે હું તને જાનથી મારી નાખીશ. આવી ધમકી બાદ યુવતી ડઘાઇ ગઇ હતી અને તેણે પરિવારને જાણ કર્યા બાદ મામલે દાણીલીમડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

(9:22 pm IST)