Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ગુજરાતમાં ત્રણ દિવસ માટે સંઘની સમન્વય બેઠક યોજાશે

મોહન ભાગવત સાથે જેપી નડ્ડા પણ રહેશે હાજર : સંઘની ૩૯ ભગીની સંસ્થાના રાષ્ટ્રીય હોદ્દેદારો હાજર રહેશે

અમદાવાદ,તા. : આગમી જાન્યુઆરીથી ગુજરાતમાં સંઘની સમન્વય બેઠક યોજાશે. જેમાં સંઘની ૩૯ જેટલી ભગિની સંસ્થાઓમાં રાષ્ટ્રીય હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. સામાન્ય રીતે સમન્વય બેઠક વર્ષે વાર યોજાતી હોય છે. જેમાં સામાજિક તેમજ સાંપ્રત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. ગુજરાતમાં પ્રથમવાર પ્રકારનું દિવસીય બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બેઠકમાં સંઘના વડા મોહન ભાગવત , ભૈયાજી જોશી ઉપસ્થિત સંપૂર્ણ દિવસ ઉપસ્થિત રહેશે. સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પણ ઉપસ્થિત રહેશે. બેઠકમાં શિક્ષણ નીતિ, મહિલા વિકાસ, ખેડૂતોના મુદ્દા, વર્તમાન રાજકીય પરિસ્થિતિ, રામ મંદિર, વનવાસી વિસ્તારની સમસ્યાઓ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની શકયતા છે.

તેમજ બેઠકમાં તમામ સંગઠનો પોતાના દ્વારા કરાયેલી કામગીરી અંગે સમીક્ષા કરશે સાથે આગામી સમયમાં થનારા કામ અંગે પણ ચર્ચા કરાશે. સમન્વય બેઠકના બે દિવસ પહેલા સંઘના વડા મોહન ભાગવતે અમદાવાદ આવી પોહચ્યા છે. તેમના આગમનની સાથે અમદાવાદ સ્થિત હેગડેવાલ ભવન ખાતે સંઘની ભગિની સંસ્થાઓના અખિલ ભારતીય હોદેદારો સાથે મોહન ભાગવતે વન ટુ વન બેઠકોનો દોર ચાલુ કર્યો છે. તો આજે ભાજપ રાષ્ટીય અધ્યક્ષ જે.પી. નડ્ડા તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષજી  પણ એક દિવસ પહેલા અમદાવાદ  પ્રવાસે આવી રહ્યા છે.

ત્યારે તેમના ભવ્ય સ્વાગતની તૈયારી પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવી છે. જાન્યુઆરીએ બપોર બાદ  અમદાવાદ એરપોર્ટ ખાતે ભાજપા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે.ત્યારબાદ ભાજપા પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ', કોબા,ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષજીની વિશેષ ઉપસ્થિતિમાં તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની ઉપસ્થિતિમાં ભાજપાની પ્રદેશ બેઠક યોજાશે.

(9:20 pm IST)