Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

છાત્રો પૂછે છે કંઈક, તજજ્ઞો જુદા જવાબ આપતા હોવાની રાવ

ધોરણ ૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન : મુંઝવણ દૂર કરવાની હેલ્પલાઈન છાત્રોને કન્ફ્યુઝ કરે છે

ગાંધીનગર, તા. : ગુજરાતમાં ધોરણ ૧૦-૧૨ના વિદ્યાથીઓ માટે હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગે હેલ્પલાઈન નંબર જાહેર ક્યોં છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ અનુસાર સરકાર દ્વારા જાહેર કરવામા આવેલા નંબરથી વધારે મૂંઝવણ થઇ રહી છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નંબરથી ધોરણ ૧૦ માટે ગણિત અને વિજ્ઞાન વિષય માટે હેલ્પલાઈન નંબર વાપરી શકાશે. જ્યારે ધોરણ ૧૨ માટે ફિઝીક્સ અને કેમેસ્ટ્રી માટે નંબર ઉપયોગ કરાશે. સવારે ૧૦.૩૦ થી સાંજે વાગ્યા સુધીનો સમય દરમિયાન વિદ્યાર્થીઓ ફોન કરીને તજજ્ઞો પાસેથી પોતાની મૂંઝવણનો ઉકેલ લાવી શકાશે. ઓનલાઇન શિક્ષણ સમયે કોઇ વિષય કે મુદ્દાઓ સમજી શક્યા હોય તો માર્ગદર્શન નંબર પરથી લઈ શકાશે. જેનો નંબર ૦૭૯૨૩૯૭૩૬૧૪ છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન કન્ફ્યુઝન દૂર કરવા હેલ્પ લાઇન નંબરનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ ફોન વિદ્યાર્થીઓને વધુ મુંજવણ થાય છે. હેલ્પનાઇન નંબર પર વિદ્યાર્થી પૂછી રહ્યા છે અને તજજ્ઞો કંઇક અલગ જવાબ આપી રહ્યા છે. નંબર પર આખા ગુજરાત માટે ૧૯ શિક્ષકો કાર્યરત રહેશે. તજજ્ઞો અને નિષ્ણાતો ફોનલાઈન પર માર્ગદર્શન આપી રહ્યા છે. ત્યારે એક રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું કે અનેકવાર ફોન લગાવ્યા બાદ ફોન લાગે છે. આથી વિદ્યાર્થીઓનો સમય બગડે છે અને મુંજવણ તો ત્યાંની ત્યાં રહે છે. તો સાથે વધારે વિષયો સમજાવવામાં આવતા હોત તો વધુ મદદ મળે તેવું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. એક તરફ સરકાર દ્વારા હેલ્પલાઈન નંબર બોર્ડના વિદ્યાર્થીઓ માટે બહાર પાડીને મદદ મળે તે કામ કરવામાં આવ્યુ છે પરંતુ વિદ્યાર્થીઓ હજુ પણ મુંજાઈ રહ્યા છે જોવાનુ રહ્યુ આગામી દિવસોમાં નંબરથી કેટલા વિદ્યાર્થીઓને મદદ મળશે તે જોવું રહ્યું.

(9:14 pm IST)