Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

સુરતમાં બન્યો ફિટકાર વરસાવતો કિસ્સો : પિતાની મજબૂરીનો ફાયદો ઉપાડીને 13 વર્ષની સગીરા પર 3 મહિના કર્યો ગેંગરેપ : આરોપી ભરત દરબાર અને તેના 6 સાગ્રિતોની કરી પોલીસે ધરપકકડ

સુરત : અમરોલી વિસ્તારમાં શ્રમ જીવી પરિવારની 13 વર્ષીય તરૂણીને પિતાએ લીધેલા રૂપિયા 5 હજારના બદલામાં કામ આપવાની લાલચ આપીને પિતાના મિત્રો દ્વારા અલગ અલગ યુવકો સાથે સંબંધ બાંધવા મજબૂર કરી 6 લોકો દ્વારા રેપ કરાવવામાં આવ્યો. કિશોરીએ આ મામલે અમરોલી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

                સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા અને હીરાની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની પુત્રીએ અમરોલી પોલીસમાં 7 લોકો વિરુદ્ધ ગેંગ રેપની ફરિયાદ નોંધાવી છે, હીરા ઉધોગમાં મંદી બાદ પિતાની આવક ઓછી હોવાને લઈને પિતાએ તેના મિત્ર ભરત ભાઈ પાસેથી રૂપિયા 5 હજાર ઉછીના લીધા હતા, જેને લઈને ઉઘરાણી કરવામાં આવતી હતી.

               આ રૂપિયાની વસુલાત કરવા માટે અને કામ અપાવવાની લાલચ આપવાના બહાને અવારનવાર ભરત દરબાર તેના ઘરે આવતો હતો. તરૂણીને કામ અપાવવાના બહાને એક દિવસ તે તરૂણીને સાથે લઈ ગયો, અને ગેંગરેપ કર્યો હતો.

                છેલ્લા 3 મહિનાથી તરૂણી સાથે ભરત દરબાર અને તેના 6 સાગરિતો ઉધના અને ઉત્રાણ સહિતના વિસ્તારોમાં અલગ અલગ સમયે તેને લઈ જઈ ગેંગરેપ કર્યો હતો. છેલ્લા બે-ત્રણ દિવસથી તરૂણી બેચેન રહેતી હોવાથી માતાએ તેને આ બાબતે પૂછપરછ કરી હતી. જેમાં તેણે હવસખોર ભરત દરબાર સહિત સાત જણાએ તેની સાથે દુષ્કર્મ કર્યુ હોવાની હકીકતો જણાવી હતી.

                આ અંગે ભરત દરબારે તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. નરાધમ ભરત દરબારે તરૂણીને કામ અપાવવાના બહાને લઈ જઈ વૈશ્યાવૃતિ કરાવતો હતો. જેમાં પૈસા લેતો હોવાની વાત પણ સામે આવી છે. ટૂંકમાં ભરત દલાલ હતો અને તરૂણી પાસે વૈશ્યાવૃતિ કરાવી લોકો પાસેથી રૂપિયા લેતો હતો, જેથી પોલીસે તાત્કાલિક આ કિશોરીની ફરિયાદના આધારે ગુનો નોંધી, ભરત દરબાર તથા જગદીશ માયાની, સંદીપ ગુપ્તા, ભરત બરવાડિયા, કૌશિક સેજલિયા, સુનિલ વાઘેલા અને યોગેશ સેજલિયાની ધરપકડ કરવામાં આવી છે.

(10:54 pm IST)