Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

ઇ-મેમો ભરવામાં અમદાવાદીઓ મોખરે : ૫૮.૨૦ કરોડ ભર્યા

અમદાવાદઅમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે 2019માં ટ્રાફિક નિયમના ભંગ બદલ વાહનચાલકોને 58 કરોડનો દંડ વસૂલવા માટે 20 લાખ ઈ-મેમો ફટકાર્યા છે. જેની સામે 5 લાખ અમદાવાદીઓ જ 13 કરોડ એટલે કે 25 ટકા જ દંડ ભર્યો છે. હજુ 15 લાખ વાહનચાલકો પાસેથી 45 કરોડનો દંડ વસૂલવાનો બાકી છે.

20 લાખમાંથી 5 લાખ વાહનચાલકોએ દંડ ભર્યો

વાહનચાલકો માટે વર્ષ 2019માં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ખાસ સ્કવોડની રચના કરીને ઈ-મેમો મોકલવામાં આવ્યા હતા. જેમાં નિયમનો ભંગ કરતા 20.50 લાખ વાહનચાલકોને 58.85 કરોડના ઈ-મેમો ફટકારવામાં આવ્યા હતા. જેમાંથી 5.50 લાખ વાહનચાલકોએ 13.43 કરોડનો દંડ ભર્યો છે. બાકીના 15 લાખ વાહનચાલકો પાસેથી 45.41 કરોડ દંડની રકમ વસૂલવાની બાકી છે.

(10:07 pm IST)