Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

સુરત મ્યુ. કોર્પોરેસનને મિલ્કત વેરાના લક્ષ્યાકમાં ૬૦ કરોડ છેટુ

મનપામાં જાન્યુઆરીના બીજા વીકમાં બજેટ જાહેર કરે તેવી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વર્ષ પૂર્ણ થઈ ગયું હોય વેરા વસુલાત પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.ગત વર્ષ 2018-19 કરતાં ચાલુ વર્ષમાં 5 ટકા રિકવરી ઓછી આવી છે. ગત વર્ષની સરખામણીમાં અત્યાર સુધીમાં 60 કરોડની વસુલાત ઓછી થતા પાલિકાની આર્થિક સદ્ધરતાં પર સવાલો ઉઠ્યા છે ત્યારે ગત ગુરુવારે આકારણી વેરા વસુલાત ખાતાની મીટિંગ પણ ડેપ્યુટી કમિશનર એકાઉન્ટ બંકિમ દેસાઈએ યોજી છે અને તમામ કર્મીઓને વેરા વસુલાત ઝુંબેશ તેજ બનાવવા સુચના આપી છે.વર્ષ 18-19માં મિલકત વેરાની કુલ ડિમાન્ડ 1234.93 કરોડ માંથી 1013.37 કરોડની વસુલાત થઈ શકી હતી એટલે કે કુલ 69 ટકા જ વસુલાત થઈ હતી.

ઝોન મુજબ વેરા વસૂલાતના આંકડા

ઝોન

ડિમાન્ડ

વસુલાત

ટકા

ડિમાન્ડ

વસુલાત

ટકા

 

(18-19)

 

 

(19-20)

 

 

રાંદેર ઝોન

107.85

97.08

78

121

84

68

સેન્ટ્રલ ઝોન (એ)

95.31

53.77

47

102

45

43

સેન્ટ્રલ ઝોન (બી)

100

64.51

54

103

51

49

નોર્થ ઝોન

161.21

137.52

72

169

122

72

વરાછા ઝોન (એ)

144.09

125.05

74

167

120

71

ઉધના ઝોન

258.16

206.81

66

284

176

61

અઠવા ઝોન

148.41

135.23

76

166

118

71

લિંબાયત ઝોન

168.47

146.75

72

185

132

71

વરાછા-બી

51.38

46.61

75

83

45

54

કુલ

1234.93

1013.37

69

1385.12

896

64%


વેરા વસુલાતમાં ગત વર્ષ 2018-2019 માં વેરા વસુલાતની ટકાવારી 69 જેટલી હતી. પરંતુ આ વર્ષે 2019-20માં તો તેથી પણ વધુ 5 ટકા જેટલી ઘટી ગઈ છે. વસુલાતમાં ચિંતાજનક ઓટ આવીને ટકાવારી 64 થઈ છે. પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે, વરિયાવ અને વરાછામાં વેરા બિલ દિવાળી બાદ મોકલાયા હોવાથી 5 ટકા ઓછી વસુલાત થઈ છે. પરંતુ હજી ત્રણ મહિનાનો સમય બાકી છે તેમાં વસુલાતનો આંકડો આગળ વધશે.

(10:09 pm IST)