Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

ગુજરાત યુનિવર્સિટીની છેલ્લા ત્રણ વર્ષથી ઘોંચમાં પડેલ વિદ્યાર્થી સેનેટની ચૂંટણી આખરે યોજાશે : વિદ્યાર્થી સંગઠનોની સફળ રજૂઆત : યુનિવર્સિટીની મળેલ બેઠકમાં કમલેશ જોશીપુરાનુ નામ ગુજરાત યુનિવર્સિટીના નોમીની તરીકે જાહેર કરવામાં આવ્યુ

અમદાવાદ: રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટીમાં જેની ગણના થાય છે તેવી ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટની ચૂંટણી યોજવાની જાહેરાત કરાઈ છે. છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થી સેનેટની ચૂંટણી નહિ યોજાતા યુનિવર્સિટી વિવાદમાં સપડાઈ હતી.

        યુનિવર્સિટીમાં કુલપતિ હિમાંશુ પંડ્યા ના ઈશારે ચૂંટણી નહિ થતી હોવાના આક્ષેપો પણ વિદ્યાર્થી સંગઠનો એ લગાવ્યા હતા. હાલમાં NSUIના કાર્યકરોએ કુલપતિને મળીને ચૂંટણી યોજવા રજુઆત કરી હતી. જો ચૂંટણી નહિ યોજાય તો આંદોલન કરવાની ચીમકી પણ વિદ્યાર્થી નેતાઓએ ઉચ્ચારી હતી જેના કારણે જ યુનિવર્સિટીના કુલપતિએ તાત્કાલિક અસરથી સિન્ડિકેટની બેઠક બોલાવવી પડી હતી. આખરે આ બેઠકમાં વિદ્યાર્થી સેનેટનું ઇલેક્શન યોજવાનો નિર્ણય કરાયો છે. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના સિન્ડિકેટ સભ્યોએ બેઠકમાંથી બહાર આવી ઇલેક્શન જાહેર કરવમાં આવ્યું હોવાની જાહેરાત કરવી પડી હતી.

        આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી કેમેસ્ટ્રી વિભાગમાં વિદ્યાર્થીનીની સતામણી કેસમા યુનિવર્સિટીએ પ્રોફેસર પાસેથી વધુ એક ખુલાસો માંગવાનુ સિન્ડીકેટની બેઠકમાં નક્કી કરવામાં આવ્યુ. ગુજરાત યુનિવર્સિટી કેમેસ્ટ્રી વિભાગમાં ફરજ બજાવતા પ્રોફેસર વશિષ્ઠ ભટ્ટે વિદ્યાર્થીનીને વાડજ પાસેથી હોટલમાં લઇ જઇને અભદ્ર માંગણી કરી હતી જેની ફરિયાદને લઇને નિવૃત જજને આ સમગ્ર મામલે તપાસ સોપાઇ હતી.

            જેનો રિપોર્ટ આવતા વશિષ્ઠ ભટ્ટ સામેના આક્ષેપો સાબીત થયા છે અને હાલમાં તે સસ્પેન્ડ છે ત્યારે હવે યુનિવર્સિટીએ પ્રોફેસર પાસે લેખિતમાં ખુલાસો માંગી રજુઆતની એક તક આપવાનો નિર્ણય સિન્ડીકેટે લીધો છે.. પ્રોફેસરનો ખુલાસો આવ્યા બાદ આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

            તો વળી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની ટર્મ આગામી મેં મહીનામા પુર્ણ થઇ રહી છે ત્યારે યુનિવર્સિટી સિન્ડીકેટ બેઠકમાં સર્ચ કમિટીના સભ્યનુ નામ જાહેર કરવામાં આવ્યુ છે.. યુનિવર્સિટી ઇસી અને એસી કાઉન્સીલે ટિચર્સ યુનિવર્સિટીના પુર્વ કુલપતિ ડો. કમલેશ જોશીપુરાનુ નામ મેમ્બર તરીકે જાહેર કર્યુ હતુ. યુનિવર્સિટીના કુલપતિ પસંદગીમાં 3 સભ્યોની સર્ચ કમિટીની રચના કરવામાં આવે છે જેમાં એક સભ્ય યુનિવર્સિટી નોમીની જ્યારે એક સભ્ય જોઇન્ટ બોર્ડ ઓફ વીસીમાંથી જ્યારે એક નામ રાજ્યપાલ જાહેર કરતા હોય છે જે કમિટીના ચેરમેન પણ કહેવાય છે.

           ત્યારે યુનિવર્સિટીની આજે મળેલ બેઠકમાં કમલેશ જોશીપુરાનુ નામ ગુજરાત યુનિવર્સિટીના નોમીની તરીકે જાહેર કરવામાં આવ્યુ છે જ્યારે અન્ય બે નામો ટુંકસમયમાં જાહેર કરવામા આવશે.. ઉલ્લેખનીય છે કે હાલમાં સરકાર યુનિવર્સિટીના કુલપતિની પસંદગીમાં રીપીટ થિયરી અપનાવી રહી છે ત્યારે ડો. હિમાંશુ પંડ્યાની નિમણુક નક્કી મનાઇ રહી છે.

(8:27 pm IST)