Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

મોટા ભાગના IAS-IPS બિનગુજરાતી હોય છે પણ જો ગુજરાતી અધિકારી હોય તો ગુજરાતની જરૂરિયાત અને સ્થાનિકોની જરૂરિયાત સમજી શકે - 2012માં અને 2017માં મને ઘણા કાઢવા માગતા હતા : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

ગાંધીનગર : ગાંધીનગર ખાતે આજે આંજણા ચૌધરી પરીવારની સંસ્થાના રજત જયંતિ મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અને સચ્ચીદાનંદ સ્વામીએ હાજરી આપી હતી. પી.કે.ચૌધરી મહિલા વિનિયન કૉલેજના રજત જયંતિ મહોત્સવ અંતર્ગત ઉપસ્થિત રહેલા નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે તેમના વક્તવ્ય દરમિયાન જણાવ્યું હતું કે ' આપણે ભણીગણીને અમેરિકા જઈએ છીએ પરંતુ સચિવાલયમાં નામના પાટિયા જોવ છું ત્યારે દુ:ખ થાય છે. મોટા ભાગના IAS-IPS બિનગુજરાતી હોય છે.

નીતિન પટેલે કહ્યું, 'હું સચિવાલય રોજ જાવ છું. નેમ પ્લેટ જોઈને દુ:ખ થાય છે. આપણે ભણીગણીને અમેરિકા જઈએ છીએ. સચિવાલયમાં મોટાભાગના પાટિયામાં કોઈ ગુજરાતી નામ જોવા નથી મળતા. સંતાનોને એવું ભણાવો કે બધા આગળ આવે. મોટાભાગના IAS-IPS ગુજરાત બહારના જ હોય છે. આપણા ગુજરાતીઓ વેપારીઓ ખરા, ઉદ્યોગપતિઓ ખરા. દુનિયાભરમાં ફેલાઈ ગયા. કોઈને સંકુચિતતા લાગશે પરંતુ નેમપ્લેટમાં ગુજરાતી નામો નથી હોતા. આપણું પાટિયું કે ભાગ્યે જ જોવા મળે. સંતાનોને એવું ભણાવો એવું ભણાવો કે બધા પાટિયા ગુજરાતી થઈ જાય'

નીતિન પટેલે રાજકીય રમૂજ કરતા કહ્યું હતું કે 'મહેસાણાના કડીમાં ચૌધરી સમાજના 19,000 મતો છે. આશરે આ મતોમાંથી મને 18,000 મત મળ્યા અને હું જીત્યો, 2012માં અને 2017માં બધા બહુ લોકો મને કાઢું કાઢું કરતા હતા પરંતુ આ મતોના કારણે હું જીતી ગયો. જાહેરમાં રૂણ સ્વીકારવામાં નાનપ લાગે નહીં. '

(3:51 pm IST)