Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ધાનેરાના હેડ કોન્સ્ટેબલ 15 હજારની લાંચ લેતા ઝડપાયો

દારૂના કેસમાં નામ નહિ ખોલાવવા માંગી હતી લાંચ પણ એસીબીના છટકામાં સપડાયો

 

અમદાવાદ ;બનાસકાંઠાના ધાનેરા પોલીસસ્ટેશનના નેનાવા બટન હેડ કોન્સ્ટેબલ 15 હજારની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં આબાદ સપડાયો હતો ફરિયાદીની ઘંટી પરથી થોડા દિવસો આગાઉ દેશી દારૂ પકડેલો હતો અને ફરિયાદીની ઘંટી પર કામ કરતા માણસ પર કેસ કર્યો હતો ત્યારબાદ ગુન્હામાં નામ નહીં ખુલવા બાબતે 25 હજારની લાંચ માંગી હતી

ફરીયાદીએ ગામની દૂધ મંડળીમાં અમુલ ડેરી તરફથી એન્ટી કરપ્શન બ્યુરોની માહીતિનુ બોર્ડ ટોલ ફ્રી નંબર ૧૦૬૪નું લગાવેલું જે વાંચી ૧૦૬૪ નંબર ઉપર સંપર્ક કરેલો અને એસીબીએ છટકું ગોઠવ્યું હતું ફરિયાદીની વિગત મળતા જે અંતર્ગત ટ્રેપ નું આયોજન કર્યું હતું

  આરોપી હેડ કોન્સ્ટેબલ જયંતીભાઈ પરમાભાઈ પ્રજાપતિએ ફરીયાદી સાથે વાતચીત કરી લાંચનાં નાંણા ૧૫,૦૦૦ની માંગણી કરી સ્વીકારી ટ્રેપની શંકા જતાં ટ્રેપ મની સાથે ભાગી જઈ પુરાવાનો નાશ કરી,નાસી જઈ ગુનો કર્યા હતો

 

(11:12 pm IST)