Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

જુવો cctv વિડીયો : વડોદરાના અલકાપુરીમાં હિટ એન્ડ રન : BMW કાર ચાલકે ત્રણ ટુ-વ્હીલર અને કારને અડફેટે લીધા : ત્રણને ગંભીર ઇજા

ગેરેજમાં રિપેરિંગ માટે આવેલી કાર મિકેનિક લઈને ચક્કર મારવા નિકળ્યો ત્યારે અકસ્માત સર્જાયો

વડોદરાના અલકાપુરીમાં હિટ એન્ટ રનની ઘટના બની હતી પુરપાટ ઝડપે આવેલા BMWના ચાલકે એક પછી એક ત્રણ ટુ-વ્હીલર અને કારને અડફેટે લીધા હતા. જેમાં ભાઈ-બહેન સહિત ત્રણને ગંભીર ઇજા થઇ હતી ઇજાગ્રસ્તોને સારવાર માટે 108માં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

   ઈજાગ્રસ્તોમાં આશિષ અને જયશ્રી કવૈયા બંનેની હાલત ગંભીર છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે મોપેડ આખી કારમાં અંદર ઘુસી ગઇ હતી અને ટુ-વ્હીલર પર સવાર યુવતીને હવામાં ઉછાળી હતી.
ઘટના સમયે એવી ચર્ચા હતી કે બીએમડબ્લ્યુનો માલિક અકસ્માત કરીને ભાગી ગયો હતો, પરંતુ પાછળથી જાણવા મળ્યું હતું કે, ગેરેજમાં રિપેરિંગ માટે આ કાર આવી હતી અને મિકેનિક કાર લઈને ચક્કર મારવા નિકળ્યો ત્યારે અકસ્માત સર્જાયો હતો. (વિડીયો - સ્પીડ રિપોર્ટ)

(12:31 am IST)