Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

વાઇબ્રન્ટ સમિટમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય યુનિ, દ્વારા 100થી વધુ રિસર્ચ પેપર રજૂ કરાશે

રાજ્યની 65 યુનિ,ના અભ્યાસ કરતા સાયન્સ,ટેક્નોલોજીના વિદ્યાર્થીઓ-નિષ્ણાતો રહેશે હાજર

અમદાવાદ :વાઇબ્રન્ટ 2019 દરમિયાન ભારત સરકારના માનવ સંશાધન વિકાસ પ્રધાનની અધ્યક્ષતામાં રાઉન્ડ ટેબલ બેઠક યોજવામાં આવનાર છે. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ દ્વારા 100થી વધુ રિચર્સ પેપર રજૂ કરવામાં આવશે. જેમાં શ્રેષ્ઠ રિચર્સ પેપર તૈયાર કરનાર વિદ્યાર્થીને પુરસ્કાર આપવામાં આવશે.

  આ કોન્ફરન્સમાં ગુજરાતની 65 યુનિવર્સિટી અને સંસ્થાઓમાં અભ્યાસ કરતા સાયન્સ, એન્જીનીયરીગ અને ટેકનોલોજીના સ્નાતક અને અનુ સ્નાસ્તક વિદ્યાર્થીઓ અને નિષ્ણાતો હાજર રહેશે

(9:47 pm IST)