Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

સ્વામિનારાયણ સંસ્થાનું વ્યસન મુક્તિ,અભ્યાસ અને આરોગ્ય સેવામાં અનન્ય યોગદાન:વિજયભાઈ રૂપાણી

કલોલમાં સ્વામિનારાયણ ગુરુકુલનો રજત જયંતિ મહોત્સવ ઉજવાયો

ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુલનો રજત જયંતિ મહોત્સવ ઉજવવાયો હતો જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે સ્વામિનારાયણ સંસ્થા હંમેશા વ્યસન મુક્તિ,અભ્યાસ અને આરોગ્ય સેવામાં યોગદાન આપી રહયું છે

  કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઇચ્છા છે કે આગામી વર્ષ 2022 સુધીમાં ગુજરાતમાં વધુ નવા આવાસો બને.જેના પગલે રાજય સરકાર દ્વારા દર વર્ષે 5 લાખ મકાનો બનાવશે. જેમાં 2.50 લાખ શહેરી વિસ્તારોમાં અને 2.50 લાખ ગ્રામીણ વિસ્તારોમાં મકાનો બનશે.જેથી સરકાર એક વર્ષમાં 5 લાખ મકાનો બનાવશે. જેથી 5 વર્ષમાં 25 લાખ મકાનો લોકોને આપવામાં આવશે.

 . વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભાજપ પક્ષની સાથે ગુજરાતના તમામ ધાર્મિક સંપ્રદાય પણ ગુજરાતના વિકાસને આગળ લઈ જઈ રહ્યાં છે. સ્વામિનારાયણ સંસ્થા હંમેશા વ્યસન મુક્તિ,અભ્યાસ અને આરોગ્ય સેવામાં યોગદાન આપીને ગરીબોને મફત સેવા આપી રહી છે.

(8:54 pm IST)