Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ગીર સોમનાથના રમેશ ગૌરવ, જુનાગઢના ગંગાસીંઘ, જામનગરના મનિષ ગોરવાણી, અને સૂરેન્દ્રનગરના સ્વપ્નીલ ખેર સહીત આઠ તાલીમી આઇએએસને દોઢ માસની મામલતદાર ટ્રેનીંગ માટે ચૂંટણી પંચ સાથે પરામર્શ કર્યા બાદ વિવિધ જગ્યાએ ફાળવાયા

રાજકોટઃ  ગુજરાતના આઠ જેટલા તાલીમી આઇએએસ અધિકારીઓને વિવિધ તાલીમ આપવાના ભાગ રૃપે તેઓને રેવન્યુ વહીવટની પ્રેકટીકલ તાલીમ મળે તે માટે વિવિધ જિલ્લાઓમાં દોઢ  માસ સુધી મામલતદાર દરજજે મુકતો હુકમ રેવન્યુ વિભાગના સેક્રેટરી  દિલીપ ઠાકર દ્વારા કરવામાં આવ્યો છે. જેમનો આમા સમાવેશ છે તેમાં ગીર સોમનાથના  રમેશ ગૌરવને કોડીનાર, જુનાગઢના ગંગાસીંઘને માંગરોળ, જામનગરના મનીષ ગોરવાણીને જામજોધપુર, ભરૃચના મીરન્ત જતીન પરીખને વાલીયા, બનાસકાંઠાના પ્રશાંત જિલોવાને અમરગઢ, વડોદરાના સુરભી ગૌતમને પાદરા, સુરેન્દ્રનગરના સ્વપ્નીલ ખેરને મુડી તથા વડોદરાના મીલિંદ બાપનાને  સીનોર મામલતદાર તરીકે ઇલેકશન કમીશનની મંજુરી લઇ  મુકવામા આવ્યા  છે.

(8:35 pm IST)