Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

વર્ષ 2019-20થી ધો. 5થી 8માં વિદ્યાર્થીને પરીક્ષાના પરિણામ મુજબ નાપાસ કરાશે

કેન્દ્ર સરકાર RTE એક્ટમાં સુધારો કરવા માટે વિધેયક મંજુર થતા ફેરફાર

 

 

   ફોટો RTE

ગાંધીનગર :કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબ ધો.૧થી૮માં હાલ નો ડિટેન્શન પોલીસી એટલે કે વિદ્યાર્થીને નાપાસ નહી કરવાની નીતિ અમલમાં છે.જેને લીધે વિદ્યાર્થીનું પરિણામ ખૂબ જ નબળુ હોય તો પણ તેને નાપાસ ન કરીને આગળના ધોરણમાં મોકલવામા આવે છે.

 પરંતુ કેન્દ્ર સરકાર RTE એક્ટમાં સુધારો કરવા માટે વિધેયક રજૂ કરાયુ છે અને જેને લોકસભા બાદ રાજ્યસભામાં પણ મંજૂરી મળી જતા હવે આગામી શૈક્ષણિક વર્ષ 2019-20થી ડિટેન્શન પોલીસી લાગુ થશે.જો કે હાલ ધો.૫થી૮માં જ વિદ્યાર્થીને તેના પરિણાને આધારે પાસ કે નાપાસ કરી શકવાના સુધારાને મંજૂરી મળી છે.

 વર્ષે 2009માં તે સમયની કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા દેશમાં RTE એક્ટ લાગુ કરાયો હતો અને જેમાં ૬થી૧૪ વર્ષની ઉંમરના દરેક બાળકને ભણવાના અધિકાર સાથે ધો.૧થી૮માં નાપાસ નહી કરવાની નીતિ અમલમા આવી છે. પરંતુ ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી દ્વારા આ મુદ્દે કેન્દ્ર સરકારને રજૂઆત કરીને ધો. ૩થી૮માં શિક્ષણની ગુણવત્તા સુધારવાના હેતુસર વિદ્યાર્થીના પરીક્ષાના પરિણામને આધારે નાપાસ કરવામા આવે તેવો સુધારો એક્ટમા લાગુ કરવાની રજૂઆત કરાઈ હતી.

(7:31 pm IST)