Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

પેટલાદના વિરોલમાં આઇસરની હડફેટે વિદ્યાર્થીને પગ ગુમાવવાની નોબત આવતા ચકચાર

પેટલાદ: તાલુકાના વિરોલ (સી) ગામની સરકારી શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી બપોરની રીશેસમાં જમવા જવા માટે પોતાના ઘરે જવા નીકળતા રોડ ક્રોસ કરે તે પહેલા એક આઈસરના ચાલકે ધોરણ ૩માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અડફેટે લેતા તેના જમણા પગ ઉપર આઈસરનો વ્હીલ ફરી વળતા બુમરાણ મચી જવા પામી હતી. બુમરાણ બાદ ૧૦૮ને ફોન કરતા વિદ્યાર્થીને તાત્કાલિક કરમસદ મેડિકલમાં વધુ સારવાર અર્થે ખસેડીને આઈસર ચાલક વિરૂદ્ઘ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે

પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ તાલુકાના વિરોલ (સી) ગામની બહાર વિરોલ (સી) પ્રાથમિક શાળા છે. પ્રાથમિક શાળામાં ધો. ૩માં અભ્યાસ કરતો હર્ષ વિનોદભાઈ પટેલ (.. ) બપોરની બે વાગયાની રીશેસમાં ઘરે જમવા માટે રોડ ક્રોસ કરીને સામેની બાજુમાં જવા માટે રોડની સાઈડ ઊપર ઊભો હતો ત્યાં તો સામેથી આઈસર નંબર આર.જે. ૧૯ જી.બી. ૫૯૮૮ના ચાલકે બેફિકરાઈથી ચલાવતા સાઈડ ઉપર ઊભેલો હર્ષ પટેલને ટક્કર મારી પાડી દેતા તેના જમણા પગ ઉપરથી પાછળનું વ્હીલ ચડી જતા પગના કુરચા કુરચા થઈ જવા પામ્યા હતા. હર્ષ પટેલ બુમરાણ મચાવતા આજુબાજુના લોકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગામ લોકો એકત્રીત થઈ જતા તેને પાછળના વ્હીલમાંથી બહાર કાઢીને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર હેઠળ કરમસદ મેડિકલ ખાતે લઈ ગયા હતા. અકસ્માત કર્યા બાદ આઈસરનો ચાલક ફરાર થઈ ગયો હતો

(5:14 pm IST)