Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

રાધનપુરમાં પાણીની અછતથી લોકોને હાલાકી: મનપાની ઓફિસની સામે મહિલાઓએ હોબાળો મચાવ્યો

રાધનપુર: નગરમાં કોંગ્રેસ શાસીત નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં સપ્તાહમાં બે વાર પાણી આપવામાં આવે છે. તેમાં પણ શિયાળામાં કેટલાક વિસ્તારમાં પુરુ પાણી મળતુ ના હોવાને કારણે કેટલીક મહિલાઓ થાળી વેલણ લઈને પાલિકામાં આવી પહોચી હતી. પાલિકામાં ચીફ ઓફીસર હાજર ના હોવાને કારણે મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો.

રાધનપુર નગરના હાઈવે પર આવેલ શીતલ બંગ્લોઝમાં છેલ્લા એકાદ વરસથી પાણીની વિકટ પરીસ્થિતિ ઉભી થવા પામી છે. પુરતુ પાણી ના મળતા વિસ્તારમાંથી પચ્ચીસેક મહિલાઓ થાળી વેલણ લઈને નગરપાલિકાની કચેરીએ પહોંચી હતી. અને પાલિકાની કચેરીમાં વેલણથી થાળીઓ વગાડી હતી. પાણીની રજુઆત કરવા આવેલા મહિલાઓએ ચીફ ઓફીસરની ચેમ્બર ખાલી જોતા હોબાળો મચાવ્યો હતો.

 

(5:13 pm IST)