Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ગાંધીનગરમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા: પાંચ શકુનિઓની રોકડ સાથે અટકાયત

ગાંધીનગર: શહેર તેમજ જિલ્લામાં જુગારની પ્રવૃતિને નાબુદ કરવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે અડાલજ પોલીસે શેરથા ગામમાં દરોડો પાડીને પાંચ જુગારીઓને પાંચ હજારની રોકડ સાથે જુગાર રમતાં ઝડપી પાડયા હતા

જિલ્લામાં જુગારની પ્રવૃતિ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે શેરથા ગામમાં ખુલ્લામાં જુગાર રમાઈ રહયો છે જે બાતમીના આધારે પોલીસે વિસ્તારને કોર્ડન કરી શેરથા ગામના ભીખા ઉર્ફે રાજા મંગાજી ઠાકોર, દીલીપ ખોડાજી ઠાકોર, બેચર મંગાજી ઠાકોર, બળદેવ ઉર્ફે ભગો રમણભાઈ પ્રજાપતિ અને વિક્રમ પોપટજી ઠાકોરને રોકડ રૃપિયા ૪૮૭૫ સાથે જુગાર રમતાં ઝડપી પાડયા હતા અને તેમની સામે અડાલજ પોલીસ મથકમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી હતી

(5:12 pm IST)