Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ગાંધીનગર સે-5માં એલસીબીની ટીમે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સોની રંગે હાથે ધરપકડ કરી

ગાંધીનગર: શહેર તેમજ જિલ્લામાં સટ્ટાની પ્રવૃતિને નાબુદ કરવા માટે પોલીસ દોડધામ કરી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે સે-પના મકાનમાં દરોડો પાડીને ક્રિકેટ ઉપર સટ્ટો રમાડતાં બે શખ્સોને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી સાત મોબાઈલ સટ્ટો લખાવનાર ગ્રાહકોની યાદી તેમજ ચોપડો અને મોપેડ મળી ૮૭૨૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને જેમની પાસે સટ્ટો લખાવતાં હતા તે મોટા બુકીઓની શોધખોળ શરૃ કરવામાં આવી છે

ગાંધીનગર જિલ્લામાં જુગારની પ્રવૃતિની સાથે સટ્ટાની પ્રવૃતિ પણ ધીરેધીરે વધી રહી છે ત્યારે બદીને નાબુદ કરવા માટે એલસીબી પીઆઈ નીરજ પટેલ દ્વારા સ્ટાફના માણસોને સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત પીએસઆઈ એચ.કે.સોલંકી અને સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેકો.યજવેન્દ્રસિંહને બાતમી મળી હતી કે હાલમાં ચાલી રહેલી બીગ બોસ ટી ટ્વેન્ટી કેએફસીની ક્રિકેટ મેચ સીરીઝ જે સીડની વિરૃધ્ધ પર્થ વચ્ચે રમાઈ રહી હતી તેમાં સે- પ્લોટ નં.૨૧/રમાં સટ્ટો રમાડાઈ રહયો છે.

(5:07 pm IST)