Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

વડોદરા: મફત ગેસ કનેક્શન આપવાનું કહી મહિલાઓ પાસેથી ભેજાબાજે નાણાંની ઉઠાંતરી કરતા પોલીસે ધરપકડ કરી

વડોદરા:સરકાર દ્વારા મફત ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી હોવા છતાં મહિલાઓને ૨૦૦ રૃપિયામાં ઘર બેઠા ગેસ કનેક્શન આપવાનું કહીને ખોટી રીતે નાણા ઉઘરાવતા ગઠિયાની પોલીસે ધરપકડ કરી હતી.

 દંતેશ્વર વિસ્તારના અનુપમ નગરમાં રહેતા મોનાબેન પ્રકાશભાઈ માલી  ગઈ કાલે દંતેશ્વર વુડાના મકાનમાં જતા તેમને જાણ થઈ હતી કે માણેજાના પવિત્ર એપાર્ટેમેન્ટમાં રહેતો મિલન ગોવિંદભાઈ પટોડિયા નામનો યુવક ઘર બેઠા ગેસ કનેકશન આપવાનું કામ કરે છે. તે ગેસ કનેકશન લેવા માટે મિનલને મળતાં તેણે એક પેમ્પલેટ બતાવ્યું હતું જેમાં વિવિધ અસલ ઓળખપત્રો તેમજ ફોર્મ સ્વિકારવાનું સ્થળ પાતરવેણી તેવું લખેલું હતું. મિલને જણાવ્યું હતું કે જો તમાર રેશનકાર્ડમાં ગેસ બોટલની એન્ટ્રી નહી હોય તો તેમને ઘર બેઠા કનેકશન અને ગેસ બોટલ મળશે. તેણે કામ પેટે મોનાબેન તેમજ અન્ય મહિલાઓ પાસેથી ઓળખપત્રોની નકલ  સાથે મહિલા દીઠ ૨૦૦ રૃપિયા લીધા હતા.

 

(5:06 pm IST)