Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

સાબરકાંઠાના હિંમતનગરમાંથી પોલીસે બાતમીના આધારે 500ની નવી ચલણી નોટો છાપતા પાંચ લોકોને દબોચ્યા

 સાબરકાંઠા:ના હિંમતનગર ખાતેથી પોલીસે ચોક્કસ બાતમી આધારે રૃા. ૫૦૦ના દરની નવી ચલણી નોટો છાપતા પાંચ લોકોને ઝડપી પાડયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી મલ્ટીપલ કલર પ્રિન્ટર તથા રૃા. ૧૭,૫૦૦ની નવી છાપેલી નોટો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિંમતનગર એસઓજી ચોક્કસ બાતમી આધારે મોતીપુરા ખાતેથી નવી ચલણી નોટો છાપતા પાંચ શખ્સોને રૃા. ૧૭,૫૦૦ની નવી ચલણી નોટો છાપતા રંગેહાથ ઝડપી પાડયા હતા. પકડાયેલા આરોપીઓમાં મૂળ વિસનગર કડા દરવાજાના વતની અને હિંમતનગરમાં ચન્દ્રનગર ખાતે રહેતા વિજયસિંહ હરિસિંહ વાઘેલા અને હિમંતનગર રાજરા ફ્લેટ આંબાવાડી ખાતે રહેતા વિજયભાઇ હસમુખભાઇ રામી તથા પ્રાંતિજના સોનાસણ ગામના અક્ષયભાઇ દશરથભાઇ રાવલ તેમજ હિંમતનગર, ભોલેશ્વર ખાતે રહેતા અશોકકુમાર ભીખાભાઇ પરમાર અને પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મીઠી ધારીયાલ ગામના પ્રવીણકુમાર ખોડાભાઇ પટેલનો સમાવેશ થાય છે.

 

(5:04 pm IST)