Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

અમદાવાદમાં એન્જી. એકસ્પો : નોર્થગ્રીન એન્જી. કંપની સ્ટોલ

 અમદાવાદ એન્જીનિયરીંગ અને અદ્યતન ટેકનોલોજીની લેટેસ્ટ ગતિવિધિઓની જાણકારી આપતા ચતુર્થ એન્જી. એકસપોના વિશાળ આયોજનમાં અમદાવાદ સ્થિત નોર્થગ્રીન  એનર્જી કંપનીનો માહિતીપ્રદ સ્ટોલ ડોમ નં.૬માં સ્ટોલ નંબર એ-૧૧૬ ખાતે રાખવામાં આવ્યો છે.

તા.૫,૬ અને ૭ જાન્યુઆરીના રોજ અમદાવાદમાં એઈએસ ગ્રાઉન્ડ, વિજય ચાર રસ્તા ડ્રાઈવ ઈન રોડ ખાતે આ એકસપો યોજાયેલ છે.

નારોલ સ્થિત નોર્થગ્રીન એનર્જી કંપનીના મેનેજીંગ ડિરેકટર પરેશભાઈ બારભૈયા અને હાર્દ પરેશભાઈ બારભૈયા સીઈઓએ માહિતી આપતા જણાવ્યુ હતું કે રીન્યુએબલ એનર્જી સોર્સીસ કુદરતી ઉર્જા સંચય કરવા માટે સોલાર પેનલોનો બહુઆયામી ઉપયોગ થઈ રહ્યો છે.

સોલાર સિસ્ટમનો દિવસે અને દિવસે વપરાશ વધતો જાય છે. ઘર વપરાશ ઉપરાંત સોલાર સ્ટ્રીટ લાઈટ, ઈન્ડસ્ટ્રીયલ વપરાશ અને ખેતીવાડી માટે સોલાર પંપ પણ હવે લોકપ્રિય થઈ રહ્યા છે.

(3:51 pm IST)