Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

૩ થી ૪ પરીક્ષા કેન્દ્ર વચ્ચે એક ફલાઇંગ સ્કવોડ તૈનાત થશેઃ અધ્યક્ષ વિકાસ સહાય

૨૪૪૦ કેન્દ્રો માટે ર૯ હજાર વર્ગખંડ : પોલીસ અને હોમગાર્ડનો કાફલો ખડેપગે રહેશેઃ પળે પળની ઓલ્સવેલ મેળવાશે : પોલીસ કમિશ્નર-આઇજી-ડીઆઇજી-એસપીઓ-ડીસીપીઓ સહિતના સિનીયરોને સુપરવિઝન સોંપાયું: ગત પરીક્ષાનો અનુભવ ધ્યાને લઇ ભારે ધમધમાટ

રાજકોટ, તા., પઃ જે પરીક્ષામાં ૮.૭૬ લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે તેવા ભાવી પોલીસ સ્ટાફ અર્થાત લોક રક્ષકદળની પરીક્ષા માટે રાજયભરમાં ૩ થી ૪ પરીક્ષા કેન્દ્રો વચ્ચે એક વિશેષ ફલાઇંગ સ્કવોડ રહેશે તેમ ભરતી બોર્ડના ચેરમેન અને રક્ષાશકિત યુનિવર્સિટીના વડા એવા એડીશ્નલ ડીજીપી કક્ષાના વિકાસ સહાયે અકિલા સાથેની વાતચીતમાં બહુ ચર્ચાસ્પદ  બનેલી લોકરક્ષક પરીક્ષાની ફુલપ્રુફ વ્યવસ્થા અંગે માહીતી આપતા જણાવ્યું હતું.

વિકાસ સહાયે જણાવેલ કે રાજયભરમાં ર૪૪૦ કેન્દ્રો છે અને તેે માટે ર૯ હજાર વર્ગખંડ નિરીક્ષણ અને ચકાસણી બાદ નક્કી કરવામાં આવ્યા છે. જે માટે શિક્ષણ વિભાગ સહીતના સંબંધક સરકારી ખાતાઓનો પુરતો સહયોગ મળ્યો છે.

સુરક્ષા વ્યવસ્થા અંગેની માહીતી આપતા જણાવેલ કે જે તે રેન્જના વડા અને એસપીઓ તથા શહેર લેવલે પોલીસ કમિશ્નર, જોઇન્ટ પોલીસ કમિશ્નર, ડીસીપીઓ વિ.નું સુપરવીઝન  રહેશે અને તેઓ ચાંપતી નજર રાખશે. દરેક પરીક્ષા કેન્દ્રમાં પોલીસ દળ ઉપરાંત હોમગાર્ડ પણ તૈનાત કરવામાં આવનાર છે. પરીક્ષાર્થીઓને પોતાના કેન્દ્ર પર જવા માટે એસટી કોર્પોરેશન તરફથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

અત્રે યાદ રહે કે ગત પરીક્ષા વખતે લોકરક્ષક દળનું પેપર લીક થયાની જાણ થતા જ રાજયના સિનીયર કક્ષાના આઇપીએસે  અને સ્વચ્છ છબી ધરાવતા  વિકાસ સહાયએ, મહેનતું પરીક્ષાર્થીના હિતમાં પરીક્ષાર્થીઓ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે ચર્ચા રદ કરાવી હતી. એટલું જ નહિ પરીક્ષા લીક કરવાના મામલે તાકીદે ધરપકડો કરાવી હતી.

રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા-રાજય સરકાર અને ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયએ વચન આપ્યા મુજબ પેપર લીક કરવા પાછળનું આંતરરાજય કૌભાંડ શોધી કાઢી તેના આરોપીઓ સામે કાયદાકીય  ગાળીયો પણ ગુંથ્યો છે. (૪.૭)

લોકરક્ષકદળ પરીક્ષાઃ ST-RTO-DEO સાથે બેઠક યોજતા  અધિક કલેકટર પરીમલ પંડયાઃ ૧૦૦ બસ રીકવીઝીટ

લોકરક્ષક દળ પરીક્ષા મામલે અધિક કલેકટર પરિમલ પંડયા દ્વારા મીટીંગોનો દોરઃ ST-RTO-DEO સાથે બેઠકઃ સ્કૂલ સંચાલકો પાસેથી ૧૦૦ બસ રીકવીઝીટ કરી લેવાઇઃ ધોરાજી- ઉપલેટા- જેતપુર- ભાવનગર-જામનગરના ઉમેદવારોને રાજકોટથી પરત મોકલવા આ બસો વાપરવા સુચના..(૧.૨૧)

(3:18 pm IST)