Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

સુરતના ડિંડોલીમાં પત્નીએ ગુપ્તાંગ ભાગે ઢીકામુકકા મારતા પતિને દુખાવો ઉપડતા હોસ્પિટલે ખસેડાયો

રાત્રે દંપતી વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલી પત્નીએ ગુપ્તાંગના ભાગે માર માર્યો

સુરતમાં પત્નીએ પતિના ગુપ્તાંગના ભાગે માર મારતા હોસ્પિટલમાં લાવવો પડયો હતો.નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ડીંડોલીમાં નવાગામખાતે રહેતા ૩૬ વર્ષીય મુકેશભાઇ પાટીલ ગત તા.૨જીએ રાતે સાડા અગિયાર વાગ્યે  પત્ની સાથે  પોતાના ઘરમાં બેસીને વાતચિત કરતા હતા. ત્યારે અચાનક  કોઇક મુદ્દે દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાઈ ગયેલી પત્નીએ પતિના ગૃપ્તાંગના ભાગે ઢીક્કમુક્કા મારી દીધા હતા. જેથી પતિએ જોરથી બુમાબુમ કરી મૂકી હતી. બાદમાં સવારે તેને ગૃપ્તાંગના ભાગે દુઃખાવો થતા સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

(1:48 pm IST)