Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ગુજરાતમાં 26 માંથી 13 બેઠકો જીતવા કોંગ્રેસનો આશાવાદ :મિશન 50 ટકા પર રણનીતિ ઘડાશે

બુથ લેવલ કમિટી થકી છેવાડાના માનવી સુધી પહોંચીને સંપર્ક વધારવા યોજના

અમદાવાદ :લોકસભાની ચૂંટણીને લઇને આજે પ્રદેશ કોંગ્રેસની મહત્વની બેઠક મળી છે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ લોકસભાની 26 પૈકી માંથી કોંગ્રેસ જે બેઠકો જીતી શકે તેમ છે તેની યાદી તૈયાર કરી છે. કોંગ્રેસને વિશ્વાસ છે કે આ વખતે 26 માંથી 13 બેઠકો કોંગ્રેસને મળશે

  લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ 50 ટકા મિશન પર રણનીતિ તૈયાર કરશે એવી માહિતિ મળી છે.તેના માટે બુથ લેવલ કમિટી થકી છેવાડાના માનવી સુધી પહોંચીને સંપર્ક વધારવાની યોજના વિચારાઇ છે.

 ર૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં મોદી લહેરના કારણે કોંગ્રેસ ગુજરાતમાં એક પણ બેઠક મેળવી શકી ન હતી. પરંતુ આ વખતે ર૬ બેઠકોમાંથી અડધી બેઠકો જીતી શકાશે તેમ કોંગ્રેસના નેતાઓ માને છે.

(1:21 pm IST)