Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

આત્મા કે પુર્નજન્મની વાતોમાં હું માનતો નથી પરંતુ હોઇ શકે

મનમોહિનીનો સ્ટાર અંકિત સિવાચ શહેરની મુલાકાતેઃ સ્પેશ્યલ ઇફેક્ટસ-રીયલ અસર લાગે તે પ્રકારનું વાતાવરણ, સીન ક્રિએટ કરવા ૯૯ ટકા દ્રશ્ય VFXથી ફિલ્માવાયા

અમદાવાદ,તા.૪: આત્મા કે પુર્નજન્મની વાતો કદાચ કાલ્પનિક હોઇ શકે અને હું તેમાં માનતો પણ નથી પરંતુ મનમોહિની ટીવી શો કર્યા બાદ અને નાનપણથી લઇ અત્યાર સુધી સાંભળેલી વાતો અને તથ્યોના આધારે પરંતુ મને લાગે છે કે, પુર્નજન્મ અને આત્માની વાત કદાચ હોઇ શકે. મનમોહિની ટીવી શોમાં સ્પેશ્યલ ઇફેક્ટસ અને રીયલ અસર લાગે તે પ્રકારનું વાતાવરણ અને સીન્સ ક્રિએટ કરવા માટે ૯૯.૯ ટકા દ્રશ્યો વીએફએક્સથી ફિલ્માવાયા છે, જે ટેલિવિઝનની દુનિયામાં બહુ નવી વાત છે એમ અત્રે લોકપ્રિય ટીવી શો મનમોહિનીના સ્ટાર અંકિત સિવાચે જણાવ્યું હતું. ઝી ટીવી પર દર સોમવારથી શુક્રવારે સાંજે ૭-૩૦એ પ્રસારિત થઇ રહેલા લોકપ્રિય ટીવી શો મનમોહિનીના પ્રમોશન માટે રામનું પાત્ર ભજવતા ડેશીંગ અંકિત સિવાચે આજે પોતાની અમદાવાદ મુલાકાત દરમ્યાન આ પ્રમાણે જણાવ્યું હતું. મનમોહિની શોને પ્રમોટ કરવા માટે પ્રતિભાશાળી અભિનેતા અંકિત સિવાચ શોમાં મધ્યવર્તિ રાણા'સા અને રામનું પાત્ર કરી રહ્યા છે, તેઓ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે અને તેમના મોટા ચાહકો તથા શોના દર્શકોને ૧લી ફેબ્રુઆરી, ૨૦૧૯થી અમલી બનતા સરકારના નવા નિયમો માટે, ઝી ટીવી અને ઝી બુકેટ માટે સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરી રહ્યા છે, જેથી તેઓ શો અને તેમનું પર્ફોર્મન્સ નવા વર્ષમાં પણ માણી શકે. અંકિત સિવાચે જણાવ્યું કે, કાલ્પનિક કે અલૌકિક રહસ્યમય કથાઓ તુરંત જ જોડાણ અનુભવે છે, કારણકે તે દર્શકોને એક રાહત આપે છે અને એ જ કારણ છે, મારું આ પાત્ર કરવા માટે તૈયાર થવાનું. હું એક આધુનિક માણસ (રામ) અને એક રાજા (રાણા'સા)નું પાત્ર શોમાં એક જ સમયે કરી રહ્યો છું. તો અત્યાર સુધી રાણા'સાના મારા પાત્ર માટે મારે કેટલીક વસ્તુઓ શિખવી પડી છે. મેં મારા રજવાડી પાત્ર માટે ઘોડેસ્વારી શિખી, તેના  માટે હું સપ્તાહમાં બે વખત મારા ઘરથી નજીકના દરિયા કિનારા પર તાલિમ લેવા માટે જતો હતો. રાજાનું પાત્ર ભજવવા માટે બીજી જે બાબત હું એકદમ સ્ટાઈલથી શિખ્યો છું તે છે, તલવારબાજી. એ મુશ્કેલ હતું, પરંતુ મેં તેના પર ખૂબ જ મહેનત કરી અને ધીમે-ધીમે તેની યોગ્ય મુદ્રા અને મૂવ્સ શીખી ગયો. આ શોમાં ફ્લેશબેક છે અને રામના આગળના જન્મ અને તેના હાલના દિવસની વાર્તા છે, બે મહિલાઓની રામ માટેની લડાઈની વાર્તા છે. હું મારા પર્ફોર્મન્સથી દર્શકોનું મનોરંજન કરવા માટે ખરેખર ઉત્સાહિત છું. મનમોહિની શો વિશે કેટલીક રસપ્રદ વાતો કરતાં અંકિત સિવાચે વધુમાં જણાવ્યું કે, ચુડેલ માટેની એક ઘરેડને તોડતા તથા ભારતીય ટેલિવિઝન પર પ્રથમ વખત તેના વ્યક્તિત્વના એક અલગ એવા પાસાઓને રજૂ કરે છે, ઝી ટીવીની પ્રાઈમ ટાઇમ ઓફરિંગ મનમોહિની દર્શકોને એક કાલ્પનિક્તાના પ્રવાસે લઈ જશે. આ એક મોહક ચુડેલની વાર્તા છે, તેના કાલાતિત પ્રેમ, ઇચ્છા, ઘેલછા, બદલા, પૂર્વજન્મ અને તે બધાની વચ્ચેની વાર્તા છે. રાજસ્થાનના વાઈબ્રન્ટના કેનવાસ સેટ પર આધારીત, જ્યાં રણની રેતીના દરેક કણો વાર્તા કહે છે, શોમાં મનમોહિનીની એક વૃતાંત કથા છે, જેમાં એક ચુડેલ મનમોહિની (જે પાત્ર કરી રહી છે, રેયહના પંડિત)ની એક અતૃપ્ત આત્માની વાર્તા છે, જે ૫૦૦ વર્ષથી તેના પ્રેમ રામ(પાત્ર નિભાવે છે, અંકિત સિવાચ)ને પાછો મેળવવા માટે રાહ જોઈ રહી છે તે તેનો અને તેની પત્ની સિયા (પાત્ર નિભાવે છે, ગરીમા સિંઘ રાઠૌર)નો ભૂતકાળમાંથી શિકાર કરવા માટે પાછી આવી છે. શોમાં સિયાનો રામ માટેનો બીનશરતી પ્રેમ અને મોહિની જેવી દુષ્ટ આત્મનાની સામે તેના પતિનું રક્ષણ કરવા માટેની તેની લડાઈની વાર્તા છે. બે તદ્દન વિરોધી મહિલાઓ એક નિઃસ્વાર્થ આધુનિક મહિલા અને બીજી એક પાગલ આત્મા જેની પાસે ભુરા જાદુની શક્તિ છે, જેનાથી તે તેના પ્રેમને જીતવા ઇચ્છે છે, દર્શકો, સમયાંતરે પોતાની જાતને સિયા અને મોહિની બન્નેની સાથે જોડાયેલો અનુભવશે.

(10:19 pm IST)