Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

હૃદયરોગના હુમલાની પીડા છુપાવીને કંડક્ટર સહીત 22 યાત્રીઓને સલામત રાખનારા એસટી બસના ડ્રાઈવરનું સ્ટિયરિંગ પર જ મૃત્યુ

નડિયાદથી ગોધરા જતી બસમાં ખેડાના ડાકોર નજીક બનાવ :મુસાફરોને બીજીબસમાં ગોધરા મોકલાયા

ખેડા : સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના (એસટી)ના ડ્રાઈવરે પોતાના હૃદયરોગના હુમલાની પીડા છુપાવીને તેના કંડક્ટર સહીત 22 યાત્રીઓને સલામત રાખ્યા હતાગુજરાત એસટી બસના ડ્રાઇવરને ચાલુ બસે હૃદયરોગનો હુમલો આવ્યો હતો સદનસીબે કન્ડકટર સહિત 22 મુસાફરોનો બચાવ થયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હૃદયરોગના હુમલાને કારણે ડ્રાઇવરનું મોત થયું છે.

   મળતી માહિતી પ્રમાણે ડાકોર પાસે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના ડ્રાઇવરને ચાલુ બસે હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. આ બસમાં 21 જેટલા મુસાફરો સવાર હતા. ખેડાના ડાકોર નજીક ડ્રાઇવરને હુમલો આવ્યો હતો. જોકે, કદાચ ડ્રાઇવરને હૃદયરોગના હુમલા અંગેનો પહેલાથી જ અંદાજ આવી ગયો હોવાથી તેમણે બસને સલામત ઉભી રાખી દીધી હતી.
આ રીતે ડ્રાઇવરની સતર્કતાને કારણે 22 લોકોના જીવ બચી ગયા હતા. જોકે, દુઃખની વાત એ છે કે હૃદયરોગના હુમલાને કારણે ડ્રાઇવરનું બસના સ્ટિયરિંગ પર જ મોત થઈ ગયું હતું. આ અંગે ડાકોર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચીને ડ્રાઇવરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો
  આ અંગે ડાકોર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ મુસાફરોને બીજી બસ મારફતે ગોધરા મોકલવામાં આવ્યા હતા. આ બસ નડિયાદથી-ગોધરા શહેરમાં જઈ રહી હતી

(8:51 am IST)